ભાવનગર યુનિવર્સિટી સંચાલિત કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ આપવાની માગંણી સાથે આજે એનએસયુઆઈ દ્વારા યુનિ. કાર્યાલય ખાતે રજુઆત કરી હતી અને દરવાજા બહાર બેસીને સુત્રોચ્ચાર કર્યા હતા અને વિદ્યાર્થીઓને વહેલી તકે હોસ્ટેલમાં રહેવા માટેની વ્યવસ્થા કરવા માંગ કરાયેલ અન્યથા ગુરૂવારથી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી પણ આપવામાં આવી હતી.