ધંધુકા નગરમાં છેલ્લા ઘણાં સમયથી રખડતા ઢોરોનો ત્રાસ લોકો માટે માથાનો દુઃખાવો બની ગયો છે. ખાસ કરીને શાક માર્કેટ, બિરલા ચાર રસતા, સ્ટેશન રોડ, હાઈવે ચાર રસ્તા, અડવાળ નાકા તથા જાહેર માર્ગ પર ઢોરોના ટોળા અડ્ડો જમાવીને બેસી રહેતા વાહન ચાલકો, રાહદારીઓ પરેશાન થઈ ગયા છે. આ રખડતા ઢોરોના કારણે અકસ્માતો થવાની ભીતિ સેવાઈ રહી છે. ચોમાસામાં વરસાદથી બચવા ગલીઅ,ો રહેણાંક વિસ્તારોમાં ઢોરો ધુસી જાય છે. છાણ મૂત્રની ગંદકી કરે છે. નગરપાલીકાના સત્તાધીશો રખડતા ઢોરોને ઝબ્બે કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યા છે. નગરપાલિકા નગરના તમામ લત્તામાં જઈ રખડતા ઢોરોને પકડી પાંજરાપોળમાં પુરે અને ઢોર માલિકોને દંડ કરે તેવી લોક માંગ કરી રહ્યા છે.