ચાલુ આઈશરમાંથી ચંપલની ચોરી કરનાર ચાર ઝડપાયા

1839

બોટાદ જીલ્લાના રાણપુર પાસે દેવળીયા ગામના પાટીયા પાસેથી તારીખ-૪,૫,૨૦૧૮ ના રોજ રાત્રીના સમયે આઈસર ગાડી ત્યાથી પસાર થતા તેમાથી એકલાખ પાત્રીસ હજારના પેરાગોન કંપનીના ચંપલની ચોરી થયાની આઈસરના ડ્રાઈવર વારીસઅલી બરકતઅલી સૈયદએ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી હતી.આ અંગે રાણપુર પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ અમદાવાદ ગ્રામ્ય એલસીબી ના હાથે આ ચાર આરોપીઓ ઝડપાઈ ગયા હતા અને સાબરમતી જેલમાં હતા ત્યાથી આ ચારેય આરોપીમાં આરીફખાન અબ્દુલખાન જત મલેક ઉ.૨૨ રહે.પીપળીગામ તા.પાટડી.જી.સુરેન્દ્રનગર, આજીદખાન એહમંદખાન જત મલેક ઉ.૨૧ રહે.પીપળીગામ તા.પાટડી જી.સુરેન્દ્રનગર, દશરથભાઈ રાણાભાઈ  પાટડીયા ઠાકોર ઉ.૧૯ રહે.પીપળી તા.પાટડી જી.સુરેન્દ્રનગર, બાબુભાઈ અજુભાઈ ઉ.૫૩ રહે. ઇનાયતપુરા નવાગામ તાબે વણી તા.વિરમગામ જી.અમદાવાદ આ તમામ ચારેય આરોપીને રાણપુર પોલીસ દ્વારા રાણપુર પોલીસ સ્ટેશન ખાતે લાવીને આગળની કાર્યવાહી હે.કો-એચ.બી.જમોડ કરી રહ્યા છે.

Previous articleધંધુકા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ : લોકોને પડતી ભારે મુશ્કેલી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે