સેક્ટરોમાં જંગલી ઘાસ ઉગતા મચ્છર-ઝેરી જીવજંતુનો ઉપદ્રવ

1055

ગાંધીનગરમાં દરેક સેક્ટરમાં સરકારી મકાનો અને માર્ગની આસપાસ વરસાદના પગલે ઉગી નિકળેલી ઝાડીઓ અને વન્ય વનસ્પતીઓ ઉપદ્રવના જેવી વધી ગઇ છે. જેમાં ઝેરી જનવાર અને જીવજંતુ દેખાવાના કિસ્સા વધ્યા છે. ત્યારે શહેરના સેક્ટરોમાં ખંડેર પડી રહેલા દવાખાના સહિતના બાંધકામમાં આ પરિસ્થિતી વધારે જોવા મળી રહી છે.

આસપાસ રહેણાંક વિસ્તારો આવેલા હોવાથી રહિશોના ઘરમાં ઝેરી જનાવર જેવા કે વિંછી અને સરીસૃપો આવી જવાના બનાવો બને છે. ચોમાસામાં ઉગી નિકળેલી વન્ય વનસ્પતિને કારણે મચ્છરનો પણ વ્યાપક ઉપદ્રવ થતો હોવાથી તેને દુર કરવા નાગરિકોએ માંગ કરી છે.

ચોમાસાની મોસમમાં વરસાદી ઝાપટાઓ પછી ભેજયુક્ત વાતાવરણના કારણે શહેરના માર્ગોની આસપાસ, ખુલ્લા મેદાનો, ગાર્ડન અને શાળાઓના મેદાનમાં વન્ય વનસ્પતીઓ ઉગી નિકળી છે. ઘુંટણ સુધી ઉગી નિકળેલી વનસ્પતીઓમાં ઝેરી જીવજંતુઓ વસવાટ કરે છે અને મચ્છરોનો પણ ઉપદ્રવ વધી ગયો છે. ત્યારે હાલના સમયમાં શરદી, ઉધરસ અને તાવ સહિતના રોગો વકરી રહ્યા છે. જેના કારણે શાળામાં અભ્યાસ કરતાં બાળકો અને માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓના માથે જીવનું જોખમ જોવા મળી રહ્યું છે.જ્યારે સ્વચ્છતા અને સ્માર્ટ સિટીની વાતો કરતું તંત્ર સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળ ગયુ છે. જેના કારણે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઝેરી વન્ય વનસ્પતિના ઝાળી-ઝાંખરા ઝડપથી દુર થાય તેવી માંગ ઉઠી છે.

Previous articleરાઇફલ શૂંટીગ સ્પર્ધામાં ગાંધીનગરનાં યુવાનને ગોલ્ડ મેડલ
Next articleટ્રાફિક ડ્રાઇવઃ ત્રણ દિવસમાં ૨૫૦ વાહન સામે કાર્યવાહી