સમસ્ત મોચી સમાજ ધંધુકા દ્વારા સમાજના ઉજ્જવળ કારકિર્દી ધરાવતા બાળકોને સન્માનવા માટેનો પ્રથમ સરસ્વતી સન્માન સમારોહ રમણીકભાઈ રામજીભાઈ યાદવના પ્રમુખ સ્થાને વાલમવાડી ખાતે યોજાયો હતો. બાલમંદિરથી લઈને કોલેજ સુધી અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી તથા સન્માનિત કરવામાં આવ્યા હતા. બાળકો દ્વારા સ્વાગત ગીત તથા જુદા જુદા વિષય ઉપર બાળકોએ સુંદર વક્તવ્ય આપ્યા હતા. આ પ્રસંગે ભાવનગર મોચી સમાજના પ્રમુખ જીવરાજભાઈ પરમાર, સુરેન્દ્રનગર મોચી સમાજના અગ્રણી મહેન્દ્રભાઈ નાગર વગેરે અગ્રણીઓ હાજર રહ્યાં હતા. કાર્યક્રમનું સંચાલન શિતલબેન ચુડાસમા તથા ચંદ્રીકાબેન ગોહિલ દ્વારા કરાયું હતું.