મતદાન કુટીર પૂઠાને બદલે હવે ફાયબરની બનાવાશે

652
gandhi31102017-2.jpg

ગુજરાતમાં સૌ પ્રથમ વખત ગુજરાત વિધાનસભા-૨૦૧૭ની ચૂંટણીમાં હવે મતદાન કુટિર ફાઈબર સ્ટેન્ડ મૂકીને બનાવાશે. અત્યારસુધી ટેબલ પર પૂઠાં મૂકીને મતદાન કુટિર ઊભા કરાતાં હતા. જે હવે ઇતિહાસ બની જશે. હાલ કયા પ્રકારના ફાઈબરના સ્ટેન્ડ હોવા જોઇએ તે માટેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ બુથમાં પ્રથમ વખત વીવીપેટ મશીનનો ઉપયોગ થવાનો છે. આ વખતે કંટ્રોલર યુનિટ, ઇવીએમ તથા વીવીપેટ મશીન હશે.આમ દર વખત કરતાં આ વખતે બે મશીન વધી જશે. આ મશીનોની જાળવણી રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મશીનને નુકસાન ન થાય તે હેતુથી ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી. સ્વૈને પુંઠા મૂકીને ઊભું કરાતી મતદાન કુુટિરના બદલે ફાઈબરના સ્ટેન્ડ ઊભા કરીને નવા પ્રકારની મતદાન કુટિર રાખવાનો નિર્ણય કર્યો છે.

Previous articleગામની પ્રાથમિક શાળા માટે પુન્દ્રાસણ વાસીઓનો સંઘર્ષ
Next articleઘ-રોડ પર હીટ એન્ડ રન : યુવાનનુ સ્થળ પર મૃત્યુ