સમગ્ર સૌરાષ્ટ્ર માટે એક ફરવાલાયક અને કુદરતી વાતાવરણમાં આવેલ તુલસીશ્યામ મંદિર એક આસ્થાનું કેન્દ્ર છે. રાજુલા જાફરાબાદ સહિત સૌરાષ્ટ્ર ભરમાંથી ભાવિકો આવે છે ખાસ કરીને કાઠી ક્ષત્રિય સમાજ માટે શ્યામસુંદર ભગવાનનું આ મંદિર આસ્થાનું કેન્દ્ર છે અહીં તુલસીશ્યામ ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા આ યાત્રાધામમાં છે માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂ સહિતની ટિમ અહી ભાવિકોમ ાટે અનેકવિધ સુવિધાઓ ઉભી કરી છે.
પણ તંત્ર દ્વારા કે એસ.ટી. વિભાગ દ્વારા અહીં આ યાત્રાધામમાં ઉણુ ઉતર્યુ છે અહીં તુલસીશ્યામમાં આવેલ બસ સ્ટેન્ડ અતિ જર્જરિત હાલતમાં છે પરિણામે ભાવિકોને ભારે હાલાકી પડી રહી છે કાયમીના અહીં હજારો ભાવિકો આવે છે. એસ.ટી. વિભાગ દ્વારા અહીં બસ સ્ટેન્ડ ઉભું કરવા માંગણી ઉઠવા પામી છે.