પ્રોહીબીશનના ગુનામાં ફરાર અધેવાડાનો શખ્સ ઝડપાયો

944

નિલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં ફરાર અધેવાડા ગામના શખ્સને એસઓજી ટીમે સંસ્કાર મંડળ પાસેથી ઝડપી લઈ નિલમબાગ પોલીસને સોંપી દીધો હતો.

એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એન.જી. જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ હેડકોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે ભાવનગર, સંસ્કાર મંડળ ચોકમાંથી નિલમબાગ પો.સ્ટે. પ્રોહી.કલમ ૬૫ઇ, ૮૧, ૯૮(૨) વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી પપ્પુભાઇ મુકેશભાઇ સાથળીયા ઉ.વ.૨૧ રહેવાસી અધેવાડા ગામ, તા.જી.ભાવનગર વાળાને પકડી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી તેને નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ.

Previous articleભંડારિયા ધાવડી માતાના મંદિરે શનિવારે યોજાશે ખીરના હવનનો વિશિષ્ઠ ઉત્સવ
Next articleબાંધકામ કમિટિ ચેરપર્સન તરીકે ચૂંટાયેલા ઉર્મિલાબેન ભાલ