ભાવનગર મહાનગરપાલિકા બાંધકામ કમિટિની બેઠક કમિશ્નર એમ.એ. ગાંધીના અધ્યક્ષ પદે મળેલ આ બેઠકમાં નગરસેવીકા ઉર્મિલાબેન ભાલ બાંધકામ કમિટિના ચેરપર્સન તરીકે ચૂંટાયેલા જાહેર થયા હતાં. મળેલ મેયર મનભા મોરી, ડે. મેયર અશોક બારૈયા, સ્ટે. કમિ. ચેરમેન યુવરાજસિંહ ગોહિલ હાજર રહીને અભિનંદન પાઠવ્યા હતાં. સેક્રેટરી ઘનશ્યામભાઈ જોષી, કમિટિ સેક્રેટરી જયદેવ વેગડ વિગેરે હાજર રહ્યા હતાં.
બાંધકામ કમિટી ચેરપર્સન તરીકે ચૂંટાયેલા ઉર્મિલાબેન ભાલને, જલવીકાબેન ગોંડલીયા, ગીતાબેન વાજા, કાન્તાબેન મકવાણાપ, ચિતલબેન પરમાર, ઉષાબેન તલરેજા, પ્રભાબેન પટેલ, પારૂલબેન ત્રિવેદી સહિત મહિલાનગર સેવિકાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. તેરપર્સન તરીકે નિમાયેલા ઉર્મિલાબેન ભાલે ચાર્જ સંભાળી લીધો હતો.