ભાવનગર લોકસભા બેઠક કોંગ્રેસ વિજેતા બને તેવી રીતે કામ કરો – જિલ્લા પ્રમુખ

3154

ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિની કારોબારી મિટિંગ ભાવનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને યોજાય રાહુલ ગાંધીના શક્તિ પ્રોજેકટ અને જન્‌ મિત્ર પર ભાર મૂકવામાં આવ્યો,આવનારી લોકસભા માં ભાવનગર માં કૉંગ્રેસ જીતે તેવી રીતે યોજના બદ્ધ કામ કરવા જણાવવામાં આવ્યું,મિટિંગમાં ગઢડાના ધરાસભ્ય પ્રવીણભાઈ મારું,અને તળાજાના ધરાસભય કનુભાઈ બારૈયા,કૉંગ્રેસ અગ્રણી નાનુભાઈ ડાખરા,કાંતિભાઈ ચૌહાણ, તાલુકા કૉંગ્રેસ સમિતિ પ્રમુખ રેવતસિંહ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ, કારોબારી સમિતિ ચેરમેન વનરાજસિંહ ગોહિલ, ન્યાય સમિતિ ચેરમેન સોહેલભાઈ મકવા, ઉપપ્રમુખ વિનુભાઈ ગોહિલ,જિલ્લા પંચાયત સદસ્ય સુરજીતસિંહ ગોહિલ, તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ ગોહિલ, વિરમદેવસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ ગોહિલ, કાનજીભાઈ કંટારીયા, ચંદુભા ગોહિલ, જિલ્લા યુવા કૉંગ્રેસ મહામત્રી જીતેન્દ્રભાઈ બાલધિયા, પરેશભાઈ માંગુકિયા, યુવરાજસિંહ ગોહિલ, રોહિત ગોહિલ, શહેર દિવ્યજીત સોલંકી, વિધાનસભા યુવા કૉંગ્રેસ ઉપપ્રમુખ રવીરાજસિંહ ગોહિલ,  દ્રુવભાઈ ,સરપંચો,આગેવાનો કાર્યકરો હાજર રહયા,જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ દ્વારા કાર્યકરોને બુથ સુધી જવા અને પોતે જિલ્લા પંચાયત સીટ દીઠ પ્રવાસ કરશે,કૉંગ્રેસ પાર્ટી એ આપેલી જવાબદારી નું પાલન કરશે અને કાર્યકરોને શક્તિ પ્રોજેકટ માં વધારેમાં વધારે લોકોને જોડવા જણાવ્યું,ધરાસભ્ય પ્રવીણભાઈ મારું દ્વારા સમગ્ર જિલ્લામાં શક્તિ પ્રોજેકટમાં પ્રથમ આવનાર તાલુકાને રાજ્યસભાના સંસદ સભ્યની ગ્રાટ માંથી ૧૦ લાખની ગ્રાટ લાવી આપવાની ખાતરી આપી હતી.

Previous articleસુપ્રસિદ્ધ યાત્રાધામ તુલસી શ્યામ બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં
Next articleકુડા ગામે યુવાન કરેલ આપઘાતમાં હત્યા થઈ હોવાનો પરિવારનો આક્ષેપ