ઘોઘા તાબેના કુંડાગામે ગઈકાલે સાંજે રત્નકલાકાર યુવાને દરીયા કાંઠે આવેલ ઝાડ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. પરંતુ બનાવમાં મૃતકના પરિવારજનોએ હત્યા થઈ હોવાનો આક્ષેપ કરતાં મામલતદાર અને પોલીસ કાફલો દોડી ગયો હતો. અને મૃતકનું આજરોજ પેનલ પી.એમ. કરાવ્યાબાદ સાચું કારણ જાણવા મળ્યા બાદ ગુનો નોંધશે તેમ જાણવા મળ્યું હતું.
બનાવની મળતી વિગત મુજબ ઘોઘાના કુંડાગામે રહેતા અશોકભાઈ લાભુભાઈ જાદવ (ઉ.વ.૩ર)એ કુંડાના દરિયા કાંઠે ઝાડ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો જઈ મૃતકોને પી.એમ. અર્થે ભાવનગર સર.ટી.માં ખસેડાયો હતો. જયારે બનાવમાં મૃતકના પરિવારજનોએ હત્યા થઈ હોવાનો આક્ષેપ કરાતાં હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. અને મૃતકનું પનેલ પી.એમ. ધરાવવા સુચના આપી હતી. રીપોર્ટ આવ્યા બાદ સાચુ કારણ જ ાણવા મળ્યા પછી કલમનો ઉમેરો કરશે તેમ જાણવા મળ્યું હતું.