ભાવનગર, તા.૮
વલ્લભીપુરના મફતનગર વિસ્તારમાં જાહેરમાં વરલી-મટકાના આંકડા લેતા શખ્સને એસઓજી ટીમે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
એસ.ઓ.જી. શાખાના ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના માણસો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા અને પોલીસ હેડકોન્સ. હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણાને મળેલ બાતમી આધારે વલ્લભીપુર, મફતનગરમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લેતો ઘનશ્યામભાઇ બાબુભાઇ ડાબસરા ઉ.વ.૪૦ રહેવાસી- વલ્લભીપુર જી.ભાવનગર વાળાને વરલી મટકાના આંકડા લખેલ ચિઠ્ઠીઓ નંગ-૩ તથા રોકડ રૂપિયા ૧૦,૫૫૦/- તથા મોબાઇલ ફોન-૧ મળી કુલ કિ.રૂ.૧૧,૦૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ. તેના વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી વલ્લભીપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ.