મુંબઈથી દિવ જતી લક્ઝરી બસને પૂર્વ બાતમી રાહે એલસીબી ટીમે શહેરના જ્વેલ્સ સર્કલ પાસે અટકાવી તલાશી લેતા બસની ડીકીમાંથી ઈંગ્લીશ દારૂની પેટી નંગ-પ મળી આવતા પોલીસે બસના ક્લીનરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર, એલ.સી.બી સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, મુંબઇથી દિવ જતી અતિથી ટ્રાવેલ્સ નામની લકઝરી બસમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો આવે છે.જે લકઝરી બસ જવેલ્સ સર્કલમાંથી પસાર થવાની છે.જે બાતમી આધારે બસની વોચમાં રહેતાં ઉપરોકત વર્ણનવાળી રજી.નં.જીજે ૩૬ ટી ૯૨૦૦ બસ આવતાં રોકી ચેક કરતાં બસની ડીકીમાં કલીનર મહેબુબભાઇ ઇસ્માઇલભાઇ સૈયદ ઉ.વ.૩૨ રહે.હાશમી ચોક, સૈયદપીર બાપુની બાજુમાં, ઉના જી.ગીર સોમનાથવાળાએ રાખેલ કુલ બોટલ નંગ-૬૦ ભરેલ પેટી-૫ મળી આવેલ.જે ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૬૦ની કિ.રૂ.૩૦,૦૦૦/- તથા મોબાઇલ-૧ કિ.રૂ.૫૦૦/-મળી કુલ રૂ.૩૦,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ. તેનાં વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ.
આ કામગીરીમાં ભાવનગર, એલ.સી.બી. પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા, પો.સબ ઇન્સ. એન.જી. જાડેજાની સુચના હેઠળ સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, અનિરૂધ્ધસિંહ રાણા, મીનાઝભાઇ ગોરી, શકિતસિંહ ગોહિલ તથા ડ્રાયવર મહેન્દ્દસિંહ જાડેજા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.