HDFC બેંક દ્વારા રાજકોટ પોલીસ માટે સાઈબર ક્રાઈમ રિસ્પોન્ડર ટ્રેનિંગ વર્કશોપ

1408
bvn31102017-4.jpg

એચડીએફસી બેન્કે આજે રાજકોટ પોલીસ માટે સાઈબર ક્રાઈમ રિસ્પોન્ડર ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કર્યુ હતું. આ વર્કશોપમાં કાયદાનો અમલ કરતા સત્તાવાળાઓની કુશલતાને અપડેટ કરવાનું અને બેન્કિંગ અવકાશમાં આર્થિક ગુનાખોરી નાથવાની તેમની ક્ષમતાને વધુ બહેતર બનાવવાનું હતું.
આ તાલીમ એચડીએફસી બેંકની સિક્યોર બેન્કિંગ પહેલના ભાગરૂપ છે. જેનું લક્ષ્ય સાઈબર ક્રાઈમ નિવારવા માટે અલગ અલગ ચેનલોમાં બેન્કિંગમાં સલામતી સુધારવા માટે બધા મુખ્ય હિસ્સાધારકોને પરોવવાનું હતું. છેલ્લા એક દાયકામાં ભારતભરમાં આર્થિક ગુનાઓમાં ભારે વધારો થયો છે, જેમાં ગુનેગારો વિવિધ માધ્યમો થકી ગ્રાહકો સાથે છેતરપીંડી કરવાનો પ્રયાસ કરે છે. હવે પેમેન્ટની ઈલેક્ટ્રોનિક ચેનલોની શોધ સાથે ગુનેગારો આ ચેનલો થકી ગ્રાહકો સાથે છેતરપીંડી કરવાનો પ્રયાસ કરે છે. આ ગુનેગારો દ્વારા અપનાવવામાં આવતી પદ્ધતિ ઉત્ક્રાંતિ પામે છે તેમ કાયદાનો અમલ કરતા સત્તાવાળાઓને આવા કેસો હાથ ધરવા માટે સુસજ્જ બનાવવાનું મહત્વપૂર્ણ છે.
એચડીએફસી બેન્કે તેથી પોલીસ અને અન્ય કાયદાનો અમલ કરતા સત્તાવાળા માટે આવા ગુનાઓ પર તાલીમ કાર્યક્રમો નિર્માણ કર્યા છે. આ કાર્યક્રમમાં બેન્કિંગ અવકાશમાં આર્થિક ગુનાની તપાસના વિવિધ પાસાંઓ આવરી લેવાયા છે અને અન્ય કાયદાનો અમલ કરતા સત્તાવાળા માટે આવા ગુનાઓ પર તાલીમ કાર્યક્રમો નિર્માણ કર્યા છે. આ કાર્યક્રમમાં બેન્કિંગ અવકાશમાં આર્થિક ગુનાની તપાસના વિવિધ પાસાંઓ આવરી લેવાયા છે, જે કે, સ્કિમિંગ, ફિશિંગ, વિશિંગ, ડેટા કાઉન્ટરફિટિંગ, ઓળખનો ચોરી, ઈ-કોમર્સના પ્રવાહો, રિટેઈલ એસેટસની છેતરપીંડી, સિમ ડુપ્લિકેશન અને ઈમેઈલ જોખમો વગેરે કૌભાંડો કઈ રીતે ઓળખવા માટે કઈ રીતે હાથ ધરવા તે શીખવવામાં આવે છે. લગભગ ૩૦ પોલીસ અધિકારીઓએ રાજકોટમાં આયોજિત સેમિનારમાં ભાગ લીધો હતો, જેમાં રાજકોટ શહેરના ક્રાઈમ એસીપી ડો.હર્ષદ પટેલ સહિત રાજકોટના સેમિનારમાં લગભગ ૩૦ પોલીસ અધિકારીઓએ હાજરી આપી હતી.
શહેરમાં આયોજીત સમારંભમાં કાર્યક્રમનું ઉદ્દઘાટન રાજકોટ શહેરના ક્રાઈમના એસીપી ડો.હર્ષદ પટેલ, એચડીએફસી બેંકના સૌરાષ્ટ્ર અને કચ્છના સર્કલ હેડ રિયાઝ પીરભાઈ દ્વારા કરાયું હતું, જે સમયે રાજકોટ પોલીસ અને એચડીએફસી બેંકના સિનિયર અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા.

Previous articleદેશની પ્રથમ ફિઝિયોથેરાપી અને ર્નસિંગ મોબાઇલ વાનનો નીતિનભાઇ પટેલ દ્વારા પ્રારંભ
Next articleહેવમોર આઈસ્ક્રીમ લિમિટેડ તેની ૭૩મી વર્ષગાંઠની ઉજવણી કરશે