ગુમ થયાના હોબાળા બાદ ૧૬ દિવસનું બાળક ઘરના પાણીના ટાકામાંથી મળ્યું

3998

શહેરના કુંભારવાડા કબ્રસ્તાન સામે રહેતા અનિલ દિપકભાઈ પરમારના ૧૬ દિવસનાં બાળક યુવરાજને બાવા ઉપાડી ગયા હોવાના આક્ષેપો સાથે ડી.ડીવીઝન પોલીસ મથકે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતાં અને પોલીસે શહેરભરમાં નાકાબંધી કરી ભિક્ષુકોને પકડી લીધા બાદ ડી.ડીવીઝને લવાયા હતાં. તે દરમિયાન કોઈને જાણ થઈ કે બાળક તો તેના ઘરની પાણીની કુંડીમાં તરી રહ્યું છે બાદમાં તમામ લોકો ઘરે પહોંચતા બાળક પાણીની કુંડીમાથી મૃત હાલતે મળી આવ્યું હતું.

આજે સવારે કુંભારવાડા વિસ્તારમાં ભિક્ષુકો માંગવા નિકળ્યા હોય અનિલભાઈના ઘર પાસેથી પણ ભિક્ષુકો નિકળ્યા હતાં. દરમિયાન થોડીવારમાં જ ઘરમાં સુતેલુ બાળક નહીં મળતાં ઘરના લોકોએ ભિક્ષુકો બાળકોને ઉપાડી ગયા હોવાનો દેકારો કરતાં લોકો એકઠા થઈ ગયા હતાં. અને તુરંત જ ડી.ડીવીઝન પોલીસ મથકે દોડી ગયા હતાં. આ અંગે પોલીસે તુરંત જ શહેરભરમાં નાકાબંધી કરવા સાથે બોરતળાવ પો. સ્ટે., એલ.સી.બી., એસ.ઓ.જી. ડીવયાએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કુંભારવાડા વિસ્તારમાંથી નિકળેલા ભિક્ષુકોની અટકાયત કરી પોલીસ મથકે લવાયા હતાં. દરમિયાન ભિક્ષુકોએ પોતાને આ અંગે કશી જાણ ન હોવા ઉપરાંત બાળકને જાઈ પણ ન હોવાનું જણાવ્યું હતું. જયારે લોકોએ ભિક્ષુકો જ બાળકે ઉપાડી ગયા હોય તેવા આક્ષેપો કર્યા હતાં. દરમિયાન કોઈને ફોન આવતાં બાળક અનિલભાઈના ઘરની પાણીની ટાંકીમાં પડ્યું હોવાનું જણાવતા બનાવમાં નવો વળાંક આવ્યો હતો અને લોકો અને પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતાં અને બાળકને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાયું હતું. હવે ભિક્ષુકો તો ચાલ્યા ગયા હતા તો બાળકને ઘરમાંથી ઉઠાવી પાણીની ટાંકીમાં કોને નાખ્યું ? તેવા સવાલો ઉઠવા પામ્યા છે અને પોલીસ એ તરફ તપાસનો દૌર ચલાવી રહી છે. માસુમ બાળકની કુંડીમાં નાખી હત્યા કરાયાનો બનાવ બનતા સમગ્ર કુંભારવાડ સહિત શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.

તસવીર ઃ મનીષ ડાભી

Previous articleસોનલ ચૌહાણનું શાહી લુક જે પી દત્તાના પલટર્નનું સામે આવ્યું!
Next article બીબીએ કોલેજ દ્વારા “જવાબદારી એજ જીવન ની સાચી ઓળખ” વિષય પર વર્કશોપ