બોટાદ જિલ્લામાં અભયમ ૧૮૧ હેલ્પલાઈન તા.૮-૩-ર૦૧પથી કાર્યરત કરવામાં આવી હતી. જેમાં માર્ચ-ર૦૧પથી જુલાઈ-ર૦૧૮ સુધીમાં મહિલાઓ દ્વારા કરવામાં આવેલ કુલ કોલની સંખ્યા ૬૬૬૮ છે અને સ્થળ પર જઈને કુલ ૧૪૩૧ મહિલાઓને મદદ કરવામાં આવી હતી તથા પર૩૭ કેસોમાં ટેલીફોનિક કોલ સેન્ટર પર કાઉન્સિલર દ્વારા સલાહ-સુચન-માર્ગદર્શન અને પરામર્શ કરવામાં આવ્યું હતું. આ હેલ્પલાઈન દ્વારા મહિલાઓની સમસ્યા સંબંધી કોલ એટેન્ડ કરી ફાળવણી થયેલ રેસ્ક્યુ વાન બનાવવાળા સ્થળે જઈ મહિલાઓની ફરિયાદનું નિવારણ કરવામાં આવે છે. બોટાદ જિલ્લા અભયમ ૧૮૧ હેલ્પલાઈનના કાઉન્સિલર ખુશ્બુબેન પટેલ, દિવ્યાબેન પટેલ, જાનકીબેન ગોહેલ, પે.કો. અસ્મિતાબેન બથવાર, વિભુબેન મહેતા, પાઈલોટ નિલેશભાઈ ચુડાસમા, ભાવિનભાઈ ચુડાસમા દ્વારા અનેકવાર બિરદાવવા લાઈક કામગીરી કરવામાં આવી હતી.