અમદાવાદ જિલ્લા કલેક્ટર અવંતિકાસિંઘની સુચના અનુસાર અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવને જિલ્લાના દિવ્યાંગ મતદારોના મતદાન અધિકારની ઉપયોગ કરે અને કોઈ દિવ્યાંગ મતદાનથી વંચિત ન રહે તે માટેની કામગીરી માટે નોડલ ઓફિસર નિયુક્ત કરેલ છે. તેથી ડો.શિલ્પા યાદવના માર્ગદર્શન અનુસાર ધંધુકા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ધંધુકા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે મતદાન અધિકાર ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓ માટે લોકજાગૃતિ તેમજ તેમના અધિકારીઓની સમજ માટે જાગૃતિ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.દિનેશ પટેલ, આયુષ મેડીકલ ઓફિસર ડો.સિરાજ દેસાઈ, ડો.યોગેન્દ્ર રાઠોડ તેમજ દિવ્યાંગ મતદારો તેઓના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરી મતદાન કરે અને મતદાનમાં દિવ્યાંગને તકલીફ ન પડે તેનું વિશેષ આયોજન ચૂંટણીપંચ દ્વારા આવનાર છે. આયુષ મેડીકલ ઓફિસર ડો.સિરાજ દેસાઈ જણાવ્યું હતું કે, દિવ્યાંગમાં જે અંધજન છે તેથી એક સાથે વ્યક્તિ સાથે જઈ શકે અને મતદાનનો ઉપયોગ સરળતાથી કરી શકે તે માટેનું આયોજન પણ કરવામાં આવેલ છે.