કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન બીબીએ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ ના વ્યક્તિત્વ વિકાસ માટે અનેક કાર્યક્રમો નું આયોજન કરવા માં આવે છે.જેના ભાગરૂપે ગુજરાત ના જાણીતા મોટીવેશનલ સ્પીકર તેમજ ઉધોગપતિ જે.સી.પટેલ સાહેબ ને સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ ને ઉત્સાહિત કરવા આમંત્રિત કર્યા હતા. જેમણે વિદ્યાર્થીઓને અનેક પ્રકારે જવાબદારીઓનું નિર્વહન કરવા માટે ખુબ જુસ્સાદાર છટા માં વિદ્યાર્થીઓ ને સંબોધિત કર્યા હતા.જેમાં વિદ્યાર્થીઓ નો ઉત્સાહ અનેક ગણો વધેલ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે.કે જે.સી.પટેલ સાહેબ કડી યુનીવર્સીટી દ્વારા આયોજિત સર્વ નેતૃત્વ માં તેમજ બીજા અનેક કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓ અને યુવાનોને સતત પ્રેરિત કરતા રહે છે. કોલેજના આચાર્ય ડો. રમાકાંત પૃષ્ટિ સાહેબ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મુખ્ય્વાકતા ને આવકાર્યા હતા. ત્યારબાદ ડો.જયેશ તન્ના સાહેબ દ્વારા આજ ના વક્તા નો પરિચય વિદ્યાર્થીઓ ને કરાવ્યો હતો. કાર્યક્રમ માં ૨૪૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આજના સેશન માં “ જવાબદારી એજ જીવનની સાચી ઓળખ” વિષય પર ચોટદાર વક્તવ્ય આપ્યું હતું.જેમાં સૌથી પહેલા શારીરિક જવાબદારી જેમાં વ્યક્તિ પોતાના શરીર ને કઈ રીતે વધુ માં વધુ સારી રીતે સંચવી શકે તે માટે વિવિધ અત્યંત ઉપયોગી આર્યુવેદિક તેમજ વૈજ્ઞાનિક સૂચનો કર્યા હતા.
ત્યારબાદ વ્યક્તિ ના મન ને કઈ રીતે મજબુત કરી વ્યક્તિ ખુબ સુંદર રીતે કાર્ય કરી શકે તે માટે ધ્યાન અને અન્ય યોગિક ક્રિયાઓ ની સમજ આપી હતી. તેમજ સભાખંડ માં પ્રાયોગિક રીતે કરી ને પણ બતાવ્યું હતું. વિદ્યાર્થીઓ એ આ કાર્ય માં અદ્ભુત પ્રતિભાવ આપ્યો હતો. ત્રીજી જવાબદારી માતાપિતા પ્રત્યે તેઓ આપણ ને આ સંસાર માં લાવનાર તેમના પ્રત્યે ઋણસ્વીકારની ભાવના સતત આપણા મન માષ્તિક માં રહે તે આપણા ને અને ભાવી પેઢી ને પણ ઉપયોગી થશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ આપણી ફરજો એટલેકે કર્મ પ્રત્યે ની જવાબદારી બાબતે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. કર્મ થકી જ માનસ ની ઓળખ બને છે. તે બાબત ભાવવાહી રીતે સમજાવી હતી. પાંચમી ફરજ વ્યક્તિ ના ગુરુ પ્રત્યે જે તેના પથદર્શક તરીકે તેને માર્ગદર્શિત કરી રહ્યા છે. ત્યારબાદ ઈશ્વર જેની કૃપા વગર આપણું જીવન કલ્પી ન શકાય તેના પ્રત્યે કૃતજ્ઞતા સ્વાભાવિક રીતે આપણે વ્યક્ત કરવી જ જોઈએ. સાતમી જવાબદારી આપણા સમાજ પ્રત્યે જ્યાં આપણો ઉછેર થયો છે. સમાજ થી જ આપણી સંસ્કૃતિ ની ભવ્યતા દુનિયા મા જોવા મળી રહી છે. અને છેલ્લે આપણા રાષ્ટ્ર પ્રત્યે આપણી જવાબદારી રાષ્ટ્રહિત માં વ્યક્તિ, સમાજ અને સર્વ નું હિત છે. તે બાબત ધ્યાન માં રાખી આ તમામ બાબતો પ્રત્યે જવાબદારી નું નિર્વહન કરવા વિદ્યાર્થીઓ ને સમજ આપી હતી. કાર્યક્રમ નું સંચાલન ડો. આશિષ ભુવા દ્વારા કરવા માં આવ્યું હતું. તેમજ ડો. નીરવ જોશી દ્વારા આભારવિધિ કરવા માં આવી હતી.
સમગ્ર કાર્યક્રમ કોલેજ નાં આચાર્ય ડો.રમાકાંત પૃષ્ટિ નાં માર્ગદર્શન હેઠળ પ્લેસમેન્ટ અને ટ્રેનીંગ કમિટી ના હેડ ડો.જયેશ તન્ના તથા સમગ્ર કોલેજ પરિવાર દ્વારા સફળતા પૂર્વક સંપન્ન કરવા માં આવ્યો હતો.