વિલાસભારથી બાપુનું કૈલાસગમન પંથકમાં ઘેરો શોક : આજે અંતિમયાત્રા

717

લાઠીના સુપ્રસિદ્ધ ભજનિક વિલાસભારથીબાપુનુ કૈલાસગમન ખૂબ મોટો ચાહક વર્ગ ધરાવતા પ્રખર ભજનિકની સ્મશાન યાત્રા તા૧૦/૮ના રોજ સવારે લાઠી તેમના નિવાસ સ્થાને થી નીકળશે. ગુજરાતના જુની સંતવાણીના આરાધક સુપ્રસિદ્ધ વિલાસભારથી બચુભારથી ગોસ્વામીનુ ટુંકી બિમારી બાદ કૈલાસવાસ થતા સમગ્ર પંથકમાં ઘેરાશોકની લાગણી ફેલાઈ જવા પામી છે. કૈલાસવાસી વિલાસભારથીબાપુનુ સંતવાણી ક્ષેત્રે આગવુ સ્થાન રહેલ ૩૫ વર્ષ પહેલા વિલાસભારથીબાપુના ભજનોની ધુમ મચેલી. તે સમયે વિલાસભારથીબાપુની ઓડીયો કેસેટ “પરબે પૂજાણી અમરમાની ચુદડી”  ઓડિયો કેસેટસે ધુમ મચાવેલી. તેમજ શ્રીકાંત સોની જેવા મોટા ગજાના કલાકારો સાથે ધાર્મિક વિડિયો આલ્બમમા પણ અભિનય આપેલ. સંતવાણી ચાહકોમા વિલાસભારથીબાપુ ની ખોટ હમેશા રહેશે.

Previous articleનંદકુંવરબા કોલેજમાં ડો.એ.કુમારનું વ્યાખ્યાન
Next articleભરતનગર પ્રભાત શાખામાં વૃક્ષારોપણ કાર્યક્રમ