રાજ્યના હવામાન વિભાગે કરાયેલ આગાહીના પગલે સમગ્ર સૌરાષ્ટ્રમાં અડધાથી લઈને પાંચ ઈંચ જેટલો ઠેર-ઠેર પડ્યો છે. ત્યારે રાજુલા-જાફરાબાદ અને વિક્ટર સહિતના પંથકમાં છેલ્લા બે દિવસથી પડી રહેલ અસહ્ય ગરમી અને બફારાથી સહુ કોઈ અકળી ઉઠ્યા હતા ત્યારે ગતરાત્રિના વિજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ વરસતા ગરમીમાં તો રાહત થઈ હતી પરંતુ કપાસ, મગફળી સહિતના પાકને વ્યાપકપણે નુકશાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. હાલ આસો માસ ચાલી રહ્યો છે ત્યારે ઠેક-ઠેકાણે મેઘરાજા મન મુકીને ધરતીને તરબોળ કરતા અષાઢી માહોલ હતો અને અનેક જગ્યાએ નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા ત્યારે રાજુલાના રાભડા, સાજણવાવ ગામે ઉપરવાસમાં મુશળધાર વરસાદના કારણે પુલ પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થયા હતા ત્યારે સ્થાનિકો દ્વારા સચિવ અને સ્થાનિક ધારાસભ્યને જાણ કરતા પોતાના જીવના જોખમે પાણીમાં કાર ચલાવીને લોકોની વ્હારે આવ્યા હતા અને તંત્રને તાકિદે પગલા લેવા અનુરોધ કર્યો હતો.