લાંબા સમયના વિરામ બાદ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત કચ્છ સહિતના વિસ્તારોમાં મેઘરાજાની પધરામાણી થઇ છે. ત્યારે સૌરાષ્ટ્રમાં મેઘરાજાના બીજા રાઉન્ડનો પ્રારંભ થયો હોય તેમ રાજકોટમાં ધોધમાર ઝાપટાથી રસ્તાઓ પાણી પાણી થયા હતા. શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, યાજ્ઞીક રોડ, મવડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતું.
વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે જેને કારણે લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખેડૂતો પણ સારા વરસાદની રાહ જોઇ રહ્યા છે. વરસાદ ન થતા ખેડૂતોના પાક પર અસર જોવા મળી રહી છે.