તળાજાના બોરડા ગામે સરકારી દવાખાના પાસેના ખુલ્લા પ્લોટમાં રાખેલ રીલાયન્સ કંપનીના પાઈપોની ટ્રેકટરમાં લઈ જઈ ચોરી કરનાર બે શખ્સોને દાઠા પોલીસે ઝડપી લીધા હતાં.
પ્રાપ્ત વિગત મુજબ તળાજાના પીથલપુર ગામે રહેતા કોન્ટ્રાકટર સુરેશભાઈ લાધવાએ દાઠા પોલીસમાં ફરિયાદ આપી હતી કે બોરડા ગામેથી ગત તા. ૩૦ના રોજ રાજપરા ગામે રહેતા હકાભાઈ ભરવાડ અને કાનાભાઈ ભરવાડે રીલાયન્સ કંપનીના રૂા. ૩,ર૪, ૬૪૦ને કિમંતના પાઈપોના બન્ડલની ચોરી કરી લઈ ગયા હતાં.
બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા પીએસઆઈ ગોહિલ જયરાજસિંહ, કુલદિપસિંહ સહિતના સ્ટાફે ઉપરોકત બન્ને આરોપીને તમામ મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.