રાજુલા તાલુકાના રાભડા ગામે નદી પાર કરી નવા રોડનું ખાતમુર્હુત સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી દ્વારા કરાયું હતું.
રાજુલા-જાફરાબાદ-ખાંભાના ધારાસભ્ય હિરાભાઈ સોલંકી આજે બે દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદી માહોલમાં આજે બે દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદી માહોલમાં રાભડા-દાતરડી-કાતરથી નાના બારમણના નવા રોડના નદીઓમાં પાણી આવી ગયા હોય પોતાના જીવના જોખમે ગ્રામવાસીઓ સુધી પહોંચી પહેલા ગામની પરિસ્થિતિ જાળવી પછી ખાતમુર્હુતો કર્યા હતા.
જિલ્લા પંચાયતના સભ્ય અને કોળી સમાજ પ્રમુખ કમલેશભાઈ મકવાણા રાભડાના ગામ આગેવાન ધીરૂભાઈ પુરોહીત, તાલુકા પંચાયતના દાતરડી સદસ્ય ઘનશ્યામભાઈ સાવલીયા બન્ને ગામના સરપંચો તેમજ કાતર ગામના દરબાર દાદબાપુ વરૂ, સરપંચ અંબરીશભાઈ વરૂ, નાના બારમણ જે વર્ષોથી એટલે આઝાદી પછી સૌપ્રથમ નવા રોડનું ખાતમુર્હુત કરાતા બન્ને ગામમાં ખુશીનો માહોલ છવાયો હતો.