એકટીવામાંથી ૬.પ૦ લાખની ચોરીમાં બે ઝડપાયા

1524

ગઇ તા.૦૪/૦૮/ફરિયાદી ભરતભાઇ ધનજીભાઇ ગોહેલ રહે. અકવાડા તા.જી.ભાવનગરવાળાએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં એવાં મતલબની ફરિયાદ દાખલ કરાવેલ કે,તે હિરાની ઓફીસમાં નોકરી કરે છે.તેઓને તેનાં શેઠે નિર્મળનગર,માધવ રત્ન કોમ્પ્લેકસમાં આવેલ આંગડિયાની ઓફિસમાંથી રૂ.૬,૫૦,૦૦૦/-લઇ આવવાનું કહેલ.જેથી ફરિયાદી પોતાનું એકટીવા સ્કુટર રજી.નં. જીજે -૦૧- પીસી  ૩૯૮૫ લઇને માધવરત્ન કોમ્પ્લેકસમાંથી આંગડીયા પેઢીમાંથી રૂ.૬,૫૦,૦૦૦/- લઇને પોતાનાં એકટીવા સ્કુટરની ડીકીમાં મુકી નિર્મળનગર પાસે આવેલ શ્રીનાથજી પાણીપુરીવાળાને ત્યાં પાણીપુરી ખાવા ગયેલ.ત્યાર પછી ઓફીસ પહોંચતા ડીકીમાં મુકેલ રૂ.૬,૫૦,૦૦૦/- મળી આવેલ નહિ.જે અંગે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ.આ ગુન્હાની તપાસ વી.એ.જાડેજા પો.સબ ઇન્સ., નિલમબાગ પોલીસ સ્ટેશન, ભાવનગરને સોંપવામાં આવેલ.

આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ઉપરોકત ચોરીનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ.જે સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી.આ બનાવ અંગે ટેકનીકલ સેલની મદદ પણ લેવામાં આવી.આ ગુન્હો કરવાની રીત અમદાવાદની છારા ગેંગની હોવાની માહિતી આધારે પોલીસ ઇન્સ.,એલ.સી.બી. સ્ટાફનાં માણસો સાથે અમદાવાદ ખાતે છારાનગર, કુબેરનગરમાં તપાસ કરવા માટે ગયેલ.તેઓનાં અંગત બાતમીદારોને સક્રિય થઇ આ ગુન્હામાં સંડોવાયેલ ઇસમો બાબતે ફળદાયક હકીકત આપવા જણાવેલ.આ દરમ્યાન પોલીસ અધિક્ષક,ભાવનગરએ આ ગુન્હાની તપાસ નિલમબાગ પોલીસ સ્ટેશનથી એલ.સી.બી., ભાવનગરને સોંપી ગુન્હો શોધી મુદ્દામાલ રીકવર કરવા માટે જણાવેલ. આજરોજ વહેલી સવારનાં ઉપરોકત ગુન્હામાં સંડોવાયેલ બે માણસો મુદ્દામાલ સાથે અમદાવાદ તરફથી ભાવનગર નારી ચોકડી ઉતરીને ખોડિયાર મંદિર તરફ જવાનાં છે. જે હકીકત આધારે તેઓની નારી ચોકડી પાસે વોચમાં રહેતાં  કિરીટભાઇ પુનમભાઇ ઇન્દ્દેકર ઉ.વ.૩૮ ધંધો-છુટક મજુરી રહે.ફ્રિ કોલોની ચાલી,કુબેરનગર, છારાનગર,અમદાવાદ, કમલેશ અતુલ કોડેકર ઉ.વ.૨૨ ધંધો-છુટક મજુરી રહે.સીંગલ ચાલી, સત્યનારાયણ દુધ સામેની ગલી, કુબેરનગર,છારાનગર, અમદાવાદવાળા રોકડ રૂ.૬,૫૦,૦૦૦/- ભરેલ કાપડની થેલી સાથે મળી આવેલ.તેઓએ ઉપરોકત ગુન્હાની કબુલાત કરતાં તેઓની ગુન્હામાં ધોરણસર અટકાયત કરવામાં આવેલ છે. આ કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા, પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા  એલ.સી.બી. સ્ટાફનાં કિરીટભાઇ પંડયા, મહિપાલસિંહ ગોહિલ,  તરૂણભાઇ નાંદવા, શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleસીટુ દ્વારા સત્યાગ્રહ, ધરપકડ વ્હોરી
Next articleસી.એ.ના ઘરે થયેલ ચોરીમાં પિરછલ્લાનો શખ્સ ઝડપાયો