ગઇકાલ તા.૦૮/૦૮નાં રોજ ફરિયાદી પ્રમોદભાઇ અમૃતલાલ શાહ રહે. ગીતા ચોક, ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એવાં મતલબની ફરિયાદ દાખલ કરાવેલ કે,તેઓ તા.૦૭/૦૮નાં રોજ પોતાની ઓફિસે હતાં.તેઓનાં પત્નિ જૈન ઉપાશ્રયામાં પ્રતિક્રમણ કરવા ગયેલ.આ દરમ્યાન તેઓનાં ઘરે ચોર આવેલ હોવાનો ફોન આવતાં ઘરે જઇને જોયેલ તો એક માણસ અગાશીમાંથી કુદકો મારી ભાગી ગયેલ.તેઓએ ઘરમાં જઇ તપાસ કરતાં સોનાનાં દાગીનાં, રોકડ રૂ.૧૦,૦૦૦/- તથા મોબાઇલ મળી કુલ રૂ.૧,૧૨,૫૦૦/-નાં મુદ્દામાલની ચોરી થયેલ હોવાનું જણાવેલ.જે અંગે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ.આ ગુન્હાની તપાસ વાય.એમ. ચુડાસમા પો.સબ ઇન્સ.,ઘોઘા રોડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ.
એલ.સી.બી.ની ટીમ ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન મેઘાણી સર્કલ પાસે આવતાં પો.કો. મીનાજભાઇ ગોરી તથા પો.કો. શકિતસિંહ ગોહિલને સંયુકત રીતે બાતમીરાહે હકીકત મળેલ કે,અગાઉ ઘરફોડ ચોરીઓનાં ગુનામાં પકડાઇ ગયેલ રફીક રજાકભાઇ ડેરૈયા લાલ તથા પીળા કલરનો ચોકડીવાળો શર્ટ તથા જીન્સ પેન્ટ પહેરી આગળ ઉભો છે.જેથી બાતમીવાળી જગ્યાએ આવતાં રફીક ઉર્ફે રફો રજાકભાઇ જીવાભાઇ ડેરૈયા ઉ.વ.૨૧ રહે.નવરંગ ફલેટ,જાહેર શૌચાલય ની બાજુમાં,પીરછલ્લા શેરી, ભાવનગરવાળો હાજર મળી આવેલ.તેની અંગજડતી તપાસ કરતાં સોનાનાં દાગીનાં પેંડલ, ચેઇન તથા જીઓ કંપનીનો મોબાઇલ મળી કુલ રૂ.૯૭,૭૦૦/-નો મુદ્દામાલ મળી આવેલ. જે શક પડતી મિલ્કત ગણી સીઆરપીસી કલમઃ-૧૦૨ મુજબ પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરેલ. અને સીઆરપીસી કલમઃ-૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.
તેની પુછપરછ કરતાં તેણે ઉપરોકત તમામ મુદ્દામાલ બે દિવસ પહેલાં ગીતા ચોક વિસ્તારમાં આવેલ મકાનેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ. આ કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા, પો.સબ ઇન્સ. એન.જી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં વનરાજસિંહ ચુડાસમા, અનિરૂધ્ધસિંહ રાણા, મહિપાલસિંહ ગોહિલ, ભયપાલસિંહ ચુડાસમા, મીનાજભાઇ ગોરી, શકિતસિંહ ગોહિલ, સત્યજીતસિંહ ગોહિલ, કેવલભાઇ સાંગા, તરૂણભાઇ નાંદવા, જયદિપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.