ગંગાજળીયા તળાવ પાસેથી ચોરી કરેલ એકટીવા સાથે સિહોરનો શખ્સ ઝડપાયો

2027

સિહોરના ટાણા રોડ પર લીલાપરની બાજુમાં રહેતા શખ્સને એલ.સી.બી.ટીમે ગંગાજળીયા તળાવ પાસેથી ચોરાવ એકટીવા સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ગંગાજળીયા તળાવ,રૂપાલી ગેસ્ટ હાઉસ પાસે આવતાં શંકાસ્પદ સ્કુટર સાથે મહેશ ઉર્ફે મયલો જીવરાજભાઇ સોલંકી ઉ.વ.૨૧ રહે.લીલાપીરની બાજુમાં,ટાણા રોડ,શિહોર જી.ભાવનગરવાળો મળી આવેલ. તેની પાસે રહેલ ગ્રે કલરનું હોન્ડા એકટીવા સ્કુટર પાછળનાં ભાગે રજી.નં.જીજે -૦૪-સીએલ-૯૬૨૯ સ્કુટર અંગે આધાર-પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવેલ.જે સ્કુટર તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં સ્કુટરની કિ.રૂ. ૩૦,૦૦૦/- શકપડતી મિલ્કત ગણી ઝ્રિ.ઁ.ઝ્ર. કલમઃ-૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરેલ.શખ્સને સીઆર.પી.સી. કલમઃ-૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ. તેની પુછપરછ કરતાં ગઇકાલે બપોરનાં ચારેક વાગ્યે શિહોર,રેલ્વે સ્ટેશન રોડ,પાબુજીનાં મંદિર સામે થી ચોરી કરેલ હોવાનું જણાવેલ.

Previous articleનંદકુંવરબા મહિલા કોલેજમાં જ્ઞાનોત્સવ કાર્યક્રમનો પ્રારંભ
Next articleએનએસયુઆઈ દ્વારા હોસ્ટેલ બાબતે ધરણા