સ્કોચ કન્સલટન્સી સર્વીસ પ્રાઈવેટ લીમીટેડ સંસ્થા દ્વારા શ્રેષ્ઠ કામગીરી સબબ ભાવનગર મહાનગર પાલિકાના બે વિભાગને સ્કોચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હી ખાતે આવેલી સ્કોચ કન્સલટન્સી સર્વિસ પ્રા.લી.ની સ્થાપના ૧૯૯૭માં કરવામાં આવી હતી આ સંસ્થા દ્વારા સરકારી અને જાહેર ક્ષેત્રે બેકિંગ ફાઈનાન્સીય સર્વિસ તથા વિમા ક્ષેત્ર સુરક્ષા અને આપત્તિ સંચાલન ક્ષેત્રે પાવર સેકટર, શિક્ષણ ક્ષેત્રે, માહિતી અને સંચાર પ્રદ્યોગિકી સેકટરની શ્રેષ્ઠ કામગીરી પ્રોત્સાહિક એવોર્ડ આપે છે. આવી શ્રેષ્ઠ કામગીરી ભાવનગર મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી છે. વિતેલા દિવસો દરમિયાન ભાવનગર મહાનગર પાલિકાના ઘરવેરા વિભાગના ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ સિસ્ટમ તથા ટાઉનપ્લાન વિબાગમાં ઓનલાઈન બિલ્ડીંગ પ્લાન એપ્રુવલ સિસ્ટમને શ્રેષ્ઠ કામગીરી સબબ સિલ્વર એવોર્ડ એનાયત કરાયો હતો.