ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજના આર્ટસ વિભાગમાં તા. ૯-૧૦-૮-ર૦૧૮ને ગુરૂવાર- શુક્રવારના રોજ બે દિવસીય જ્ઞાનોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવેલ છે.
જ્ઞાનોત્સવ કાર્યક્રમ અંતર્ગત કોલેજની કોમર્સ, આર્ટસ, બી.સી.એ., બી.બી.એ.માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને તેમને રાખેલા મૂખ્ય વિષયના જ્ઞાનમાં વિસ્તૃત જ્ઞાન મળી રહે તે અંતર્ગત ગુજરાતની વિવિધ વિષયોના તજજ્ઞો માર્ગદર્શન પુરૂ પાડી રહ્યા છે. બી.કોમ, બી.બી.એ. અને બી.સી.એ કોલેજના મુખ્ય વિષયો એકાઉન્ટસ, અર્થશાસ્ત્ર, મેનેજમેન્ટ, અને કોમ્પ્યુટર જેવા વિષયો તેમજ બી.એ. અને એમ.એ.ના વિષયો અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને ઈતિહાસના વિષય ઉપર અલગ અલગ સેશનમાં માર્ગદર્શન આપવામાં આવશે. આ જ્ઞાનોત્સવમાં વિદ્યાર્થીનીઓને વિષય વાઈસ તે વિષય સાથે ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરવાની તકો તેમજ વિદ્યાર્થીનીઓએ નક્કી કરેલો ગોલ પ્રાપ્ત કરવા માટેની દિશા અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી કર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ્ઞાનોત્સવમાં ડો. સુરેશભાઈ મકવાણા, ડો. જીગીશભાઈ પંડયા, ડો. રમેશભાઈ મકવાણા, ડો.આર.કે. માંડલીયા, ડો. ઘનશ્યામસિંહ ગઢવી, ડો. ગુણવંતસિંહ, ડો. મનોજભાઈ પટેલ, ડો. પ્રેમચંદભાઈ કોરાલી, ડો. સુરેશભાઈ ગઢવી, ડો. પંકજભાઈ સુવેરા, ડો. જયપ્રકાશ ત્રિવેદી, ડો. ગીરીશભાઈ ચૌધરી, ડો. કાંતીભાઈ વણકર, હાજર રહીને માર્ગદર્શન આપશે. આ જ્ઞાનોત્સવમાં એસ.પી.યુનિ., એમ.એસ. યુનિ. દક્ષિણ – ગુજરાત યુનિ., ઉત્તર ગુજરાત યુનિ અને સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રોફેસર, ડી.ન, ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપશે.