નવો પ્રયત્ન કરવાથી શરૂઆતમાં થોડીક તકલીફ થાય છે : અનુપ સોની

1654

સોની ટીવી પર છેલ્લા આઠ વર્ષથી પ્રસારિત શો ક્રાઈમ પેટ્રોલ સાથે જોડાયેલ આ શોના હોસ્ટ અનુપ સોનીએ હવે આ શો’ને અલવિદા કહી દીધું છે અને હવે તેમનું પૂરું ફોકસ ફિલ્મોમાં છે પરંતુ ક્રાઈમ પેટ્રોલ શો માટે ઘણી લોકપ્રિયતા પ્રાપ્ત થઈ છે તેમની સાથે હાલમાં થયેલ ઇન્ટરવ્યૂ દરમ્યાન વાતચીતના મુખ્ય અંશ પેશ છે.

તમે અત્યારે ફિલ્મ કરી રહ્યા છો તેવી ચર્ચાઓ થઈ રહી છે તેમના વિશે શું કહેશો?

ઘણા વર્ષો ટીવી શો કરી રહ્યો છું છેલ્લા દશ વર્ષ તો ક્રાઈમ પેટ્રોલ અને બાલિકા વધુમાં પસાર થઈ ગયા પરંતુ તે બંને શો પોતાના જેમ કહી શકાય કલ્સ શો હતા બાલિકા વધુનું એક અલગ મુકામ હતું તો ક્રાઈમ પેટ્રોલનું પણ એક સ્ટેટ્‌સ હતું એટલે જ દશ વર્ષ તેમાં પસાર થઈ ગયા મને એવું થતું હતું કે હું અમુક વસ્તુ મિસ કરી રહ્યો છું અને છેલ્લા બે વર્ષમાં અલગ-અલગ ફિલ્મો બની રહી છે નવી કહાનીઓ જોવા મળે છે સારા સબ્જેક્ટ આવી રહ્યા છે તેમજ ડિજિટલ મીડિયા પર વેબ સિરીઝમાં પણ કામ થવા લાગ્યું છે અને મને લાગતું હતું કે હું ક્રાઈમ પેટ્રોલ કરતો હોવાથી ફિલ્મોમાં કામ કરવાનું ચુકી રહ્યો છું એટલે માટે હવે ટીવી શો’માંથી બ્રેક કીધો છે અને પુરા જોશ સાથે ફિલ્મોમાં ફોકસ કરવા માગું છું!

લાંબા સમયના ટેલિવિઝન સફર બાદ ફિલ્મોમાં કામ કરવાનો નિર્ણય લઈ કેવો અનુભવ થઈ રહ્યો છે?

કોઈપણ વસ્તુમાં બદલાવની જરૂર હોય છે જેમકે હું ક્રાઈમ પેટ્રોલ કરતો તો એક જ વસ્તુ કરતો રહીશ તો લોકો પણ એક જ વસ્તુ જોઈને બોરિંગ થઈ જશે અને એક અભિનેતા તરીકે નવું કઈક કરતું રહેશું જોઈએ!

ટીવી દરમ્યાન ફિલ્મોમાં કામ કરવાનો પ્રયત્ન કર્યો છે?

ક્યારેય નહીં!! હું એ નહિ કહું કે થોડો લેજી છું પરંતુ મને લાગતું કે જ્યારે તમે એક કામ કરતા હશો તો પહેલા તે કામમાં ધ્યાન આપવું જોઈએ જ્યારે હું ક્રાઈમ પેટ્રોલ કરતો ત્યારે ટ્રાવેલ ઘણું કરતો તેના કારણે સમય નહોતો મળતો અને ક્રાઈમ પેટ્રોલનું કંટીન્યુ શૂટિંગ ચાલતું તો મેં ક્યારેય કોશિશ નથી કરી હવે વિચાર્યું કે ફિલ્મ કરવી છે

પરિવાર તરફ થી એવું સાંભળવા મળતું કે કંઈક નવું કરો?

શુ છે કે જ્યારે કોઈ અભિનેતા જેમને મારા સસરા રાજ બબ્બર સાહેબ પોતે એક અભિનેતા છે મારા પરિવારમાં અભિનેતાઓ છે બધાને ખબર છે કે પૈસા કમાવવા જરૂરી છે અને કામ કરતા રહેવું જોઈએ પરંતુ જ્યારે મેં ક્રાઈમ પેટ્રોલ શો છોડ્યો તો મને રાજ બબ્બર જી! એ કહ્યું કે હું ખુશ છું કે તે ઇઝ એક્ટર આ નિર્ણય લીધો એ એક અભિનેતા છે અને તેમને ખબર છે અભિનેતા પ્રતિ શુ હોય છે તેમને પણ લાગતું હતું કે ઘણા વર્ષથી એક જ વસ્તુ કરી રહ્યો છું તો કંઈક નવું કરું તેમને મને પોઝીટીવ રિસ્પોન્સ આપ્યો!

એક અભિનેતા માટે મોટી વાત હોય છે કે યોગ્ય સમયે જાતેજ ડીસીજન લે?

દિનેશ તમે બિલ્કુલ સાચી વાત કહી તમને અંદરથી અવાજ આવે છે કે કમ્ફર્ટેબલ જેમકે ક્રાઈમ પેટ્રોલ કરતો ત્યારે કમ્ફર્ટેબલ રિચવેશનમાં હતો જ્યારે તમે એક સોસાયટીમાં રહેતા હો! ત્યારે તમે ત્યાં સેટલ હોવ છો પરંતુ જ્યારે નવી સોસાયટીમાં રહેવા જઈએ ત્યારે સેટ થવામાં ખુબજ વાર લાગે છે જેમને કે મને અત્યારે સેટ થવામાં વાર લાગી રહી છે અને તમે નવી વસ્તુ કરવા જવ ત્યારે કમ્ફર્ડથી બહાર નીકળવું પડે છે શરૂઆતમાં થોડીક તકલીફ થાય છે અને કોઈપણ નવો પ્રયત્ન કરો ત્યારે તકલીફ થોડીક થાય છે

ક્રાઈમ પેટ્રોલ શો છોડી દુઃખ થાય છે?

દુઃખ તો જરૂર થયું કારણ કે તમે જ્યારે કોઈપણ એક વસ્તુ સાથે જોડાવા ત્યારે તમે તેની સાથે જોડાય જવ છો ક્રાઈમ પેટ્રોલ મારા જીવનનો હિસ્સો છે અને હંમેશા રહેશે જેને કોઈ બદલી નહિ શકે

Previous articleમીના કુમારીની લાઇફ પર હવે ફિલ્મ બનાવવા તૈયારી
Next articleમને સાહિત્ય શોથી કંટાળો આવ્યો હતો : જાસ્મિન ભીસીન