ગાંધીનગરના શેરથા ટોલટેક્સ પરથી ૨૮ કિલો ગાંજો ઝડપાયો

2370

જિલ્લામાં પોલીસ દ્વારા ગુનાહીત પ્રવૃતિઓ ડામવા માટે દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર પોલીસની ટીમે શેરથા ટોલટેક્સ પરથી ૨૮ કિલો ગાંજા સાથે ૪ લોકોને ઝડપ્યા છે.હાલ પોલીસે ઝડપેલો મુદ્દામાલ પરીક્ષણ અર્થે હ્લજીન્માં મોકલાયો છે. ગાંધીનગર પોલીસ આ ઘટનાને પગલે ધરપકડ કરાયેલ ૪ આરોપીઓની એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

આ અંગે મળતી વિગતો પ્રમાણેસ, ગાંધીનગર શેરથા ટોલટેક્સ પરથી પોલીસની ટીમે ૨૮ કિલો ગાંજા સાથે ૪ લોકોને ઝડપ્યા હતા.

આ ઘટનામાં આરોપીની પુછપરછમાં પોલીસને મોટું નેટવર્ક ખુલે તેવી શક્યતા દેખાઈ રહી છે.પોલીસને શંકા છે કે ગાંજાનું કનેક્શન ઓરિસ્સા સુધી પહોંચે તેમ છે. પોલીસે ઝડપેલો મુદ્દામાલ પરીક્ષણ અર્થે હ્લજીન્માં મોકલાયો હતો. આ ઘટનામાં ધરપકડ કરાયેલ ૪ આરોપીઓની એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Previous articleકલોલ ઉમિયા કેમ્પસમાં વિદ્યાર્થીનીઓને મફત સાયકલ અપાઇ
Next articleગાંધીનગરમાં પણ અમદાવાદવાળી  ગેરકાયદેસર દબાણોનો સફાયો