દામનગર શહેરની પ્રાથમિક શાળા નવજ્યોત વિદ્યાલય અને તાલુકા શાળા નં ૨ દ્વારા લાયન ડે નિમિતે જન જાગૃતિ રેલી યોજી સિંહના માસ્ક પહેરી વિદ્યાર્થીઓ દ્વારા સિંહ અને વન્ય પ્રાણી માટે પોસ્ટર બેનર અને સૂત્રો દ્વારા પ્રકૃતિનું જતન જાળવણી કરતો સંદેશ આપ્યો. દામનગર શહેરની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઆની રેલી શહેર ભરની મુખ્ય બજારોમાં ધ્યાનાકર્ષક રીતે ફરી લાયન ડેની ઉજવણી કરી હતી. વન્ય જીવો પર વધતા જતા ખતરા ઘટતો જતો વન્ય વિસ્તારથી ત્રસ્ત થઈ વન્ય પ્રાણીની રેવન્યુ અને રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ પ્રકૃતિ પર થયેલ ફેરફાર ગંભીર અસરો અંગે સ્વંયમ જાગૃતિ જરૂરી છે. એનિમલ એક્ટ સહિત અનેકો કાયદાઓ છે પણ સુરક્ષા માટે કાયદો કારગત નથી ખોરાક પાણી અને અકળામણ વન્ય જીવો રહેણાંક વિસ્તારોમાં આવવાના અનેકો બનાવ લાલબતી રૂપ છે જોરશોરથી સિંહ દિવસ તો ઉજવાય છે પણ પછી શું ? સિંહની સલામતી માટે સ્વંયમ સમજ જરૂરી છે.