રંઘોળા કેન્દ્રવર્તી શાળા, રંઘોળા કન્યા પ્રા. શાળા અને એલ.ડી. પટેલ હાઈસ્કુલ એમ ત્રણેયના સંયકુત ઉપક્રમે વિશ્વ સિંહ દિવસ નિમિતતે રંઘોળા ગામમાં મરોલીનું આયોજન કરવામાં આવેલ. જેમાં કુલ ૪૦૦ વિદ્યાર્થ્- વિદ્યાર્થીનીઓએ તેમજ રંઘોળા શૈક્ષણિક સંકુલના શિક્ષક ભાઈ-બહેનોએ તેમજ ગામના આગેવાનોએ ભાગ લીધેલ. જેમાં સિંહ બચાવો વન બચાવો જેવા નારોઓથી ગામની શેરીઓ ગૂંજી ઉઠી. આ કાર્યમાં એલ.ડી. પટેલ હાઈસ્કુલ, રંઘોળા કેન્દ્રવર્તી શાળા અને રંઘોળા કન્યા પ્રા.શાળાના આચાર્યઓએ અનુક્રમે હીરેનભાઈ, ગીરીશભાઈ જાદવ અને અલ્પેશભાઈ પ્રજાપતિ તેમજ અન્ય શૈક્ષણિક સ્ટાફગણે ભારે જહેમદ ઉઠાવી આ મહારેલીને સફળ બનાવી છે.