ભાવનગર વન વિભાગ અને ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ-ગાઈડ સંઘના સંયુક્ત ઉપક્રમે વન્ય પ્રાણી સપ્તાહ ર થી ૮ ઓક્ટોબર દરમ્યાન ઉજવવાનું નક્કી થયેલ. જેમાં સમાજમાં અને લોકોમાં જાગૃતિ આવે અને પ્રાણી પ્રત્યે સહાનુભુતિ દાખવે તેવા આશયથી ગિજુભાઈ કુમાર મંદિરથી વિક્ટોરીયા પાર્ક સુધી જનજાગૃતિ અને જન ચેતના રેલીનું આયોજન કરવામાં આવેલ અને રેલીને પ્રસ્થાન કરાવવા વન વિભાગના એસ.જી. પંડયા-ફોરેસ્ટર, વિજયભાઈ રાઠોડ એસીએફ, ધવલભાઈ પટેલ-આરએફઓ, અનિરૂધ્ધસિંહ ડાભી-બીટ ગાર્ડ, અમિશા વિરડીયા, હિતેશ બારોટ તેમજ સ્વામિ ત્યાગવૈરાગ્યનંદજી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. સ્કાઉટ-ગાઈડ બાળકો દ્વારા વન્ય પ્રાણી રેલીમાં જનજાગૃતિની વાત સમાજ સમક્ષ મુકી હતી. આ ઉપરાંત ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વિડીયો-શો, ક્વીઝ જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અજયભાઈ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ ડાભી, હર્ષ મકવાણા, હર્ષદભાઈ, હરેશ રાજાઈ, મીરા તેજાણી વિગેરેએ જહેમત ઉઠાવી હતી.