વકીલની ગેરકાયદેસર અટકાયત કર્યાની બાર એસો.ની એસ.પી.ને લેખીત ફરિયાદ

838
bvn31102017-10.jpg

ભાવનગર કોર્ટમાં વકીલાત કરતા ગોપાલસિંહ જી. ગોહિલ ગઈકાલે સાંજના સુમારે પોતાની નવી ખરીદી કરેલી મોટરસાયકલ લઈ ઘોઘાગેટ પાસેથી પસાર થતા હતા તે દરમિયાન ઘોઘાગેટ ચોકીમાં ફરજ બજાવતા ચંપકસિંહ જાડેજાએ વકીલ ગોપાલસિંહને અટકાવી ગાડીના કાગળીયા માંગી જે નહીં હોવાનું જણાવતા ચંપકસિંહે ગાડીની ચાવી કાઢી લઈ ચોકીમાં ચાલ્યા ગયા હતા. ગોપાલસિંહ પોલીસ ચોકીમાં હાજર પીએસઆઈ મકવાણાને ગાડી નવી છે અને નિયમ મુજબ પ૦૦ કિ.મી. વાહન ચાલે ત્યારબાદ આર.સી. બુક મળતી હોય છે. જે બાબતે ઉશ્કેરાઈ ગયેલા જમાદાર ચંપકસિંહ અને પીએસઆઈ મકવાણાએ વકીલ ગોપાલસિંહને એક કલાક સુધી પોલીસ ચોકીમાં બેસાડી દીધો હતો. બાદ બાર એસો.ના પ્રમુખ ધર્મેન્દ્ર ડાભીને વાતની જાણ થતાં પોલીસ ચોકીએ દોડી ગયા હતા અને પીએસઆઈ સાથે વાત કરતા જમાદારે અને પીએસઆઈએ જેમ ફાવે એમ બોલી કાયદો તમારે કોર્ટમાં ચલાવવાનો તેવું ગેરવર્તન કર્યુ હતું અને બળજબરીપૂર્વક વકીલ ગોપાલસિંહ પાસેથી ૧૦૦ રૂપિયાનો દંડ વસુલ કર્યો હતો. આ બાબતે આજરોજ બન્ને બાર એસોસીએશનની મિટીંગ મળી હતી અને બન્ને પોલીસ કર્મી વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા એસ.પી.ને લેખીતમાં ફરિયાદ આપી હતી. 

Previous articleવન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરતા ભાવનગરના સ્કાઉટ ગાઈડ, રોવર રેન્જર
Next articleઘોઘામાં ડોમના ટ્રકો સ્ટેન્ડબાય રખાયા