અવાણીયા ગામ ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો

1819

ઘોઘા તાલુકા ખેડૂત તાલીમ ઘોઘા તાલુકાના  અવાણિયા ગામે  ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ ના અધ્યક્ષ સ્થાને યોજાય જેમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિનુભાઈ ગોહિલ, ન્યાય સમિતિ ચેરમેન સોહેલભાઈ મકવા, તાલુકા પંચાયત સદસ્ય કાનજીભાઈ કંટારીયા, જીલ્લા ખેતીવાડી અધિકારી કોસંબી, ખેતીવાડી તાલુકા  અમલીકરણ અધિકારી મીનાબેન, ઘોઘા વિસ્તરણ અધિકારી ખેતી પી.કે.ભટ્ટ, પશુપાલન ખાતામાંથી ડો. સુદાની, મહુવા પ્લાન્ટસન કોટિયા, કાછદિયાભાઈ, જિલ્લા યુવા કૉંગ્રેસ મહામંત્રી પરેશભાઈ માંગુકિયા, જીતેન્દ્રભાઈ બાલધિયા, સરપંચ ભરતસિંહ ગોહિલ માજી સરપંચ જશુભા ગોહિલ, ભાર્ગવભાઈ, ગ્રામસેવકો,તલાટી મંત્રિઓ સહિત આગેવાનો ખેડૂતો હાજર રહયા, ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા આધુનિક પદ્ધતિથી ખેતી કરવા,સારું બિયારણ અને દવા નો ઉપયોગ કરવા,દર વર્ષે પાક બદલી નાખવા અને જ્યાં ના સમજાય ત્યાં ગ્રામ સેવક અને ખતીવાડી ઘોઘાની સલાહ લેવા જણાવ્યું. આધુનિક ખેતી કરવાથી ઉત્પાદન વધારે મળે છે. જિલ્લામાંથી અને તાલુકા માંથી આવેલ અધિકારીઓ દ્વારા ખેતી વિશે માહિતી આપવામાં આવી.

Previous articleદુઃખીશ્યામબાપા આશ્રમ ખાતે શ્રાવણ માસ મહોત્સવ ઉજવાશે
Next articleરાણપુર ગામે શાળામાં વિશ્વસિંહ દિવસની ઉજવણી