પ્રા.આ.કેન્દ્ર મોરચંદ, તાલુકા હેલ્થ ઓફિસર ભાવનગર- ઘોઘા દ્વારા તા. ૮-૮-ર૦૧૮ના રોજ ઘોઘા ખાતે મીઝલ્સ – રૂબેલા રસીકરણ વર્કશોપ યોજાયા. જેમાં ગામ આગેવાનો માટે આયોજન કરવામાં આવેલ જેમાં તાલુકા વિકાસ અધિકારી ઘોઘાના પરમાર, તાલુકા હેલ્થ ઓફિસર ડો. સુનિલ પટેલ, મેડિકલ ઓફિસર મોરચંદ ડો. સુક્રિયાન લાખાણી, આરબીએસકે મે. ઓફિસર ડો. મુબારક ચોકિયા દ્વારા વિવિધ સ્લાઈડ, વીડીયો બતાવી વિસ્તૃત માર્ગદર્શન અને ફેલાયેલ વિવિધ અફવાઓ અંગે માહિતી આપી તેમજ ૯ માસ થી ૧પ વર્ષ સુધીના તમામ બાળકોને મીજલ્સ રૂબેલા રસી આપવામાં સહયોગ આપવા જણાવેલ. ઘોઘા ત્ગામના સરપંચ, તાલુકા પંચાયત સભ્યો, શાળાના આચાર્ય અન્ય ગામના આગેવાનો, રસ પુર્વક વર્કશોપમાં ભાગ લીધેલ ટી.એચ.એસ. અભયભાઈ, ટી.એચ.સ્વી. સરોજબેન, એમ.પી.એચ.એસ. મોરચંદ, એન.ડી.બારૈયા, ઘોઘા નિપુલ ગોસ્વામી અને પરેશભાઈ ચાવડા ઉપસ્થિત રહી સફળતા પુર્વક કાર્યક્રમ સફળ કરેલ.