આજરોજ એપ્ટી કરપ્શન બ્યુરોના અધિક નિયામક હસમુખ પટેલ દ્વારા એસીબી પોલીસ સ્ટેશન-ભાવનગરના નવા બિલ્ડીંગનું ઉદ્દઘાટન કરવામાં આવેલ સાથે મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ તથા ભાવનગર એસીબી પોસ્ટેના પોલીસ ઈન્સ્પેક્ટર ઝેડ.જી. ચૌહાણ તથા એસીબી સ્ટાફના માણસો હાજર રહેલ. નવું પો.સ્ટે. મહિલા કોલેજ પાસે બનાવવામાં આવેલ છે. જે આધુનિક સુવિધા રૂપ છે તેમજ સ્વતંત્ર હોય લોકોને સરળતાથી એસીબીનો સંપર્ક કરવો શક્ય બનશે. છેલ્લા થોડાક વર્ષોમાં ગુજરાત એસીબી દ્વારા ભ્રષ્ટાચાર વિરૂધ્ધની લડાઈના ભાગરૂપે અનેકવિધ નવપ્રયોગો શરૂ કરવામાં આવેલ છે. છેલ્લા વર્ષોમાં એસીબીએ સોશ્યલ મિડીયા વોટસઅપ અને નાગરીકો માટે ટોલ ફ્રી હેલ્પલાઈન ૧૦૬૪ દ્વારા નાગરીકો અને એસીબીના અધિકારીઓ વચ્ચે સંપર્ક વધારે પારદર્શક અને ઝડપી બનાવવામાં આવેલ છે તેમજ ડાયરેક્ટર કેશવકુમારે એસીબીના ગુન્હાની તપાસના દરેક તબક્કે આરોપી વિરૂધ્ધ વધારેમાં વધારે કાનુની પ્રક્રિયામાં મજબુતાઈ આવે તે માટેની પધ્ધતિનો અમલ કરવામાં આવેલ છે.
ઉદ્દઘાટન બાદ હસમુખ પટેલે મિડીયાને જણાવેલ કે નાગરીકો નિર્ભય થઈ એસીબીનો સંપર્ક કરે નાગરીકોના સહકારથી જ એસીબી વધુમાં વધુ કેસો કરી શકશે અને ભ્રષ્ટ અધિકારી કર્મચારીઓની બેનામી સંપત્તિ તથા રોકાણોની માહિતી મળે આવક કરતા વધારે સંપત્તિના કેસો પણ તાજેતરમાં કરવામાં આવેલ છે તેમજ કોઈપણ સરકારી કર્મચારી કે અધિકારી પોતાના અંગત લાભ માટે પોતાની સત્તાનો દુરઉપયોગ કરશે તો તેને પણ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ દ્વારા કાનુની સકંજામાં લેવામાં આવશે.