ઉપરાષ્ટ્રપતિનું આગમન અને ૧૫ ઓગષ્ટ નિમિત્તે રેલ્વેમાં ચેકીંગ…

1683

ભાવનગર મુકામે ઉપરાષ્ટ્રપતિના આગમન અને આગામી તા.૧પમી ઓગષ્ટના રોજ રાષ્ટ્રીય પર્વ અનુસંધાને જીઆરપી પીએસઆઈ ટી.બી. રામાનુજ તથા ર૦ જેટલા પોલીસ સ્ટાફ તેમજ આરપીએફ પીએસઆઈ ડાભી તથા ૧૦ જેટલા જવાનો સાથે તા.૧૦-૮ થી રેલ્વે સ્ટેશન વિસ્તારમાં સંયુક્ત ચેકીંગ શરૂ કરવામાં આવેલ.જેમાં ડોગ તથા ઈલે. સ્ટેટસ કોચથી મુસાફરોનો શક પડતો સામાન એક કરવામાં આવેલ. પ્લેટફોર્મ નં.૧ તથા ર મુસાફર માટેનો વેઈટીંગ રૂમ ટ્રાફિક વિસ્તાર યાર્ડ વિસ્તાર વિગેરે સ્થળોએ ચેકીંગ કરવામાં આવેલ અને શક પડતા ઈસમોથી પુછપરછ કરવામાં આવેલ હતી. આ રીતે તા.૧પમી ઓગષ્ટના તહેવારોની ઉજવણી શાંતિમય રીતે ઉજવણી થાય તેના ભાગરૂપે સઘન ચેકીંગ હાથ ધરાયું હતું.

 

Previous articleરાજ્યમાં કૃષિ અને જળસંચય બાબતે ગંભીર કટોકટીના એંધાણ
Next articleઐતિહાસિક મુસાફર બંગલાની અવદશા…