ઐતિહાસિક મુસાફર બંગલાની અવદશા…

2073

રાજાશાહીના કાળમાં ભારત વર્ષના નકશામાં ઘોઘા ગામ ધીકતા બંદરગાહ તરીકે વિશ્વ પ્રસિધ્ધ હતું. માત્ર એટલું જ નહીં ગોહિલવાડ સ્ટેટની રાજધાની પણ ઘોઘા હતી. ઘોઘા બંદરે ૮૪ દેશોના વાવટા ફરકતા સાથે દેશ-વિદેશોમાં વહાણવટુ થતું એ સમયે તટ પર મુસાફર બંગલાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કાળક્રમે ચોગલે હાઉસ તરીકે ખ્યાતિબાદ્ય થયેલ આ બંગલો ઘોઘાની જાહોજહાલીનો સાક્ષી છે. વહાણવટે નિકળેલા ખલાસીઓ આ બંગલે વિસામો લેતા પરંતુ ભવ્ય ઈતિહાસ ગુમનામીના અંધકારમાં ગર્ત બન્યા બાદ જવાબદાર સત્તાધીશો પણ આ સ્થાપત્યની અવગણના કરી રહ્યાં છે.

Previous articleઉપરાષ્ટ્રપતિનું આગમન અને ૧૫ ઓગષ્ટ નિમિત્તે રેલ્વેમાં ચેકીંગ…
Next articleસવર્ણો માટે  સરકારનો માસ્ટર સ્ટ્રોક  : વિદેશ અભ્યાસ માટે ૧૫ લાખ આપવાની જાહેરાત