રાજુલા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન પદે ભીખાભાઈ પીંજરની સર્વાનુમતે તાલુકા પંચાયત પ્રમુખ લાડુમોરના અધ્યક્ષ સ્થાને વરણી થતા તાલુકા શહેર કોંગ્રેસઅ ાગેવાનો દ્વારા અભિનંદની વર્ષા થઈ રહી છે.
રાજુલા તાલુકા પંચાયત કચેરી ખાતે ઘણા સમયથી જેની રાહ જોવાઈર હી હતી. તેવા કોંગ્રેસ નેતા ભીખાભાઈ પીંજરની સર્વાનુમતે અને તાલુકા પંચાયત પ્રમુખ બી.બી. લાડુમોરના અધ્યક્ષ સ્થાને મળેલ કોંગ્રેસના હાજરીમાં તાલુકા પંચાયત કારોબારી ચેરમેન પદે ભીખાભાઈ પીંજરની વરણી થતા કોંગ્રેસના મહારથી બાબુભાઈ રામ, ધારાસભ્ય અંબરીષભાઈ ડેર, ઉપપ્રમુખ જગુભાઈ ધાખડાના માર્ગદર્શન અને કોંગ્રેસઅ ાગેવાન બાબભાઈ જાલોધરા, માજી તાલુકા પંચાયત પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રા, કરશનભાઈ કળસરીયા પટેલીયા પરિવાર તાલુકા સદસ્યની હાજરીમાં તાલુકા વિકાસ અધિકારી એન.પી. ત્રિવેદીને બહાલી આપી હતી. અને તાલુકા પંચાયત કારોબારી ચેરમેન પદે વિધિવત નિમણુંકને આવકારતા કોંગ્રેસ શહેર પ્રમુખ અને નગરપાલીકા ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજભાઈ કાનાબાર ધારાસભ્ય અંબરીષભાઈ ડેર, અર્જુનભાઈ સોસા તેમજ તમામ તાલુકા સદસ્યો સરપંચો અને તાલુકાના સરપંચો ગામ આગેવાનોની બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી. ચેરમેન ભીખાભાઈ પીંજરને શાલ, ફુલહાર અને મીઠાઈઓ દ્વારા મો મીઠા કરાવી તાલુકા વિકાસમાં સહુ સાથે મળી કામ કરીએ તેમ બાબુભાઈ રામે જણાવેલ.