આગાખાન એજન્સી ફોર હેબિટાટ ઈન્ડિયા દ્વારા રાજુલા તાલુકાના ૪ર ગામોમાં શૌચાલય જાગૃતિ તેમજ પર્યાવરણ જાળવણી અને શાળા બાળ આરોગ્ય પર છેલ્લા સપ્ટેમ્બર ર૦૧પ એ.કે.ડી. એન સિનિટેશન ઈનીશીએટિવ કાર્યક્રમ અંતર્ગત અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં આકાહ ઈન્ડિયા રાજુલાની ટીમ દ્વારા ૩૦ ગામોમાંથી કુશળ અને બિનકુશળ કડિયાઓના સંગઠન માટે કુંભારીયા ખાતે એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ર જેટલા કડિયાભાઈઓ સહભાગી બન્યા હતાં. આ તાલિમનો હેતુ કડિયા સંગઠન અને નવી તકનીકોનો કડિયાઓ દ્વારા સ્વીકાર થાય અને જમીની સ્તરે તેનું અમલીકરણ થાય તેવો હતો. સમગ્ર તાલીમ આકાહ રાજુલાની ટીમ દ્વારા કરવામાં આવેલું. આગામી સમયમાં તમામ કડિયાઓનું સંગઠન બનાવવામાં આવશે અને તેનું સરકારી નિયમો પ્રમાણે રજીસ્ટ્રેશન કરવામાં આવશે. જેથી કડિયાભાઓને સમયસર રોજગારીની સમાન તકો ઉપલબ્ધ થાય અને તેના હક પ્રમાણે તેમને વેતન મળી રહે અને નવી તકીનકોના આધારે તેમની આજીવિકા જળવાઈ રહે.