જાફરાબાદ ખાતે ભાજપ શહેર અને તાલુકા બુથ સશક્તિકરણની ખાસ અગત્યની બેઠક પ્રભારી જેન્તીભાઈ કાવડીયાની અધ્યક્ષતામાં મળી તેમજ અન્ય ત્રણ પ્રભારીઓ શંકરભાઈ વેગડ, જનકભાઈ બગદાણા માજી ભાવનગર મેયર નિમુબેન બાંભણીયાની ઉપસ્થીતિ રહી હતી.
જાફરાબાદ ખાતે શહેર અને તાલુકા ભાજપ બુથ સશક્તિકરણની અગત્યની બેઠક જિલ્લાના ૪ પ્રભારીઓ જેન્તીભાઈ કવાડીયા, શંકરભાઈ વેગડ, જનકભાઈ બગદાણા અને પુર્વ ભાવનગર મેયર નિમુબેન બાંભણીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં ખાસ ઉપસ્થિત માજી સંસદીય સચીવ હીરાભાઈ સોલંકી, જિલ્લા મહામંત્રી વરુભાઈ ખુમાણ, જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હીરપરા, જીલ્લામંત્રી ચેતનભાઈ શિયાળ, કમલેશભાઈ કાનાણી તેમજ વિનોદભાઈ સોલંકી ભાજપ શહેર મહામંત્રી જીતુભાઈ મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ ત્રિવેદી, ગીરીશભાઈ ભાલાળા મંત્રી, છગનભાઈ મકવાણા મંત્રી ચીત્રાસર, શહેર પ્રમુખ દિલીપભાઈ સોલંકી ઉપપ્રમુખ વિરેન્દ્રભાઈ જાડેજા તેમજ કમલેશભાઈ મકવાણા સહિત બુથ કાર્યકર્તાઓની બહોળી સંખ્યામાં સરપંચો સહિત હાજરીમાં આગામી લોકસભા બેઠક માટે ખુબ જ ગહન ચર્ચા વીચારણાઓ કરવામાં આવી નાની એવી એક પણ ભુલ ન થાય અને આગામી લોકસભાની ટીકીટ ભાજપની રાષ્ટ્રહીત વિચારધારાને અનુસરી વિસ્તારમાં ગમે તે ભાજપ પરિવારને હાઈકમાન્ડ દ્વારા ટિકિટ ફાળવવામાં આવે તે આપડે નથી જોવાનું પણ લોકસભા સીટના ભાજપ પરિવારના ઉમેદવારને જંગી બહુમતીથી ચૂંટીને ખેડુતોના તેમ આમ જનતાના ગંભીર પ્રશ્નો ઉકેલવા દિલ્હી મોકલવાના છે.