સિંહએ આપણા ગુજરાતનું ગૌરવ છે, સિંહ આપણા સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં વસવાટ કરે છે. તેમાં આપણા પાલિતાણા તાલુકામાં શેત્રુંજી નદીના પટમાં સિંહ પોતાનો વસવાટ કરે છે. કારણ કે આ વિસ્તારમાંથી સિંહને પુરતો વસવાટ કરે છે કારણ કે આ વિસ્તારમાંથી સિંહને પુરતા પ્રમાણમાં પાણી અને ખોરાક મળી રહે છતેથી સિંહનું સંરક્ષણ કરવું એ આપણી ફરજ છે.
૧૦મી ઓગષ્ટ વિશ્વસિંહ દિવસ તરીકે ઉજવાઈ છે. ત્યારે નાની રાજસ્થળી કે.વ.શાળા, પેટા શાળા અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગામ લોકો મળીને કુલ ૩૯પર લોકોએ રેલીમાં જોડાઈને સિંહના મોહરા પેરીને સિંહ દિવસની ઉજવણી કરી હતી.
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ફોરેસ્ટ સામતભાઈ ભંમર તથા જાની સાહેબ તથા પાલિતાણાના બી.આર.સી. હાર્દિકભાઈ ગોહિલે અને કો.ઓર્ડિનેટર દોરિલા ભરતભાઈએ સિંહ વિશેની માહિતી આપી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા નાની રાજસ્થળી કે.વ.શાળાના તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ શાળાના આચાર્ય રાઠોડ રૂપલબાએ કરી હતી.