વિશ્વ સિંહ દિન રાજુલા અને જાફરાબાદના રોહીસા ગામે શાનદાર રીતે ઉજવાયો જેમાં વન વિભાગ અને સંઘવી હાઈસ્કુલના વિદ્યાર્થીઓ વન વિભાગના આરએફઓ રાજલબેન પાઠક દ્વારા શહેરમાં અને રોહીસા ખાતે રેલી દ્વારા સિંહના રક્ષણ વિષે અને સિંહો વિશે વિષેશ જાણકારી આપી જનતાને જાગૃત કરવા પ્રયાસો કરાયા છે.
સિંહ વિશ્વ દિન રાજુલા વન વિભાગ અને સંઘવી હાઈસ્કુલ અને જાફરાબાદના રોહીસા ગામે જન જાગૃતી કે સિંહ આપડું રાષ્ટ્રીય પ્રાણી વાઘ સાથે તુલના છે જેમાં રાજુલા વન વિભાગના આરએફઓ રાજલબેન પાઠક, રાજયગુરૂ તથા વન વિભાગનો તમામ સ્ટાફ તેમજ સંઘવી હાઈસ્કુલના પ્રિન્સીપલ પંપાણીયા તેમજ તમામ શિક્ષક સ્ટાફ અને હાઈસ્કુલના વિદ્યાર્થીઓ અને રોહીસા ગામના સરપંચ વિજાણંદભાઈ વાઘેલા ઉપસરપંચ ભુપતભાઈ વાઘેલા મહેન્દ્રસિંહ વાળા રાજપુત શાળાના આચાર્ય શિક્ષક સ્ટાફ દ્વારા રોહીસા ગામમાં અને રાજુલા શહેરના રાજ માર્ગ પર રેલીઓ દ્વારા સિંહોના રક્ષણ બાબતે રેલીઓ યોજાઈ.
સિંહનું આયુષ્ય ૧પ થી ૧૮ વર્ષ સુધીનું હોય – RFO રાજલબેન
માત્ર ગુજરાત સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલ ગીર અભ્યારણ અને નેશન પાર્ક જામવાળા વિસ્તારમાં જોવા મળે છે. અન્ય ચાર પ્રજાતીમાં બેગોલ ટાઈગર, ભારતીય દીપડો, બરફવ વિસ્તારનો દિપડો અને ધબ્બેદાર દિપડો વગેરે પહેલાના સમયમાં તે અરબસ્તાનથી છેક સુમાત્રા સુધી જોવા મળતા વખત જતા આજે તે ફકત ભારતના થોડા ભાગ પુરતો જ જોવા મળે છે. હાલ આફ્રીકામાં જોવા મળતા સિંહ કરતા તે આકારમાં નાના અને રંગે ઝાંખા હોય છે પણ આક્રમકતા બન્નેની સરખી છે. જેમાં સિંહ, સાવજ, કેશરી, ઉનીયો વાઘ, બબ્બર શેર વગેરે જાતીઓ હોય છે. જેની આયુષ્ય ૧પ થી અઢાર વર્ષ લંબાઈ માથાથી પુંછ સુધી ર૭૦ સે.મી. (નર) ર૮૯ સે.મી. (માદા) ઉંચાઈ ૧૦પ સે.મી. વજન ૧પ૦ થી ૧૮૦ કિલો (નર) ૧રપથી ૧૩પ કિલો માદા અને સંવનન કાળ ઓકટોમ્બરથી ડીસેમ્બર ગર્ભ કાળ ૧૦પ થી ૧૧૦ દિવસ પુખ્તતા ૪.પ વર્ષ (નર) ૩ થી પ વર્ષ (માદા) અને સામાન્ય રીતે ભગવાને નક્કી કર્યા મુજબ માત્ર ને માત્ર માંસાહાર જે પ્રતિદિન ૬ થી ૮ કિલો, ચિત્તલ, સાબર, જંગલી સુવર, ચોશીંગા, ચિંકારા, ભેશ કે ગાય વગેરેના શિકાર કરી પેટનો ખાડો પુરે છે. તેમજ નિર્વત આરેએફઓ ગીર જામવાળા રેન્જના બારોટ અન્જુભાઈ કહે છે કે વિશ્વમાં જયા જયા વસતા સિંહોની પ્રજાતીનું કુલ આયુષ્ય ર૯ વર્ષ સુધીનું પણ હોય છે અને સિંહોને રહેણાંક વિસ્તાર પાંખા જંગલો અને વાઘને ઘટાટોપ જંગલો માફક આવે છે.