જિલ્લા ભાજપના કાર્યાલયનું આજે રૂપાણીના હસ્તે ભૂમિપૂજન

1405

નારી ચોકડી, નાની ખોડિયાર મંદિર પાસે, રાજકોટ રોડ પર સાકાર થનાર ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલયનું ખાત મુહુર્ત તા. ૧ર-૮-ર૦૧૮, રવિવારના રોજ કરવામાં આવનાર છે. આ સમારોહમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને, મૂખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભુમી પુજન થનાર છે. આ સમારોહ મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસીમા, ભાવનગર જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી રાજેશભાઈ ચુડાસમા, રાજયમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભાવનગર જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી રાજેશભાઈ ચુડાસમા, રાજયમંત્રી પરશોત્તમભાઈ સોલંકી, મંત્રી વિભાવરીબહેન દવે, સાંસદ ભારતીબહેન શિયાળ રહેશે.

ભાવનગર જિલ્લા ભાજપના નવા નિર્માણ થનાર કાર્યાલયના ભૂમિપુજન સમારોહમાં સમગ્ર જિલ્લામાંથી જીલ્લા હોદ્દેદારો, મંડલ હોદ્દેદારો, સેલ- મોર્ચા  આગેવાનો, ચુંટાયેલા નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો, શુભેચ્છકો સમર્થકનો હાજર રહી  વાતાવરણને વધુ ભવ્ય બનાવશે.

આ કાર્યક્રમ માટે ભાવનગર જિલ્લાભ ાજપ પ્રમુખ અને હાઉસીંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, મહામંત્રીઓ દિલીપભાઈ શેટા, નારણભાઈ મકવાણા, ઉમેશભાઈ મકવાણા સહિતના તમામ જિલ્લા હોદ્દેદારો ભગીરથ તૈયારીઓ કરી રહેલ છે. તેમ કાર્યાલયમંત્રી હિતેષ લાડવા અને મીડીયાસેલ કન્વીનર કિશોર ભટ્ટે જણાવેલ.

Previous articleફોરટ્રેક ખાતમુર્હૂત તૈયારીનું નિરીક્ષણ કરતા મંત્રી માંડવીયા
Next articleભાવનગર-અમદાવાદ શોર્ટ માર્ગ રકતરંજીત સનેસ-ગણેશગઢ વચ્ચે કાર- ટેન્કરનો અકસ્માત