આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે પામર જીવનુ શિવ સાથે મિલન કરાવતો બપૂજા ઉપાસનાનો અનેરો મહિમાં ગવાશે સાથો સાથે એક માસ સુધી શ્રાવેણી પર્વોની શ્રુંખલા પણ શરૂ થશે.
ચૌદ બ્રહ્માંડના લય અને પ્રલયની ધુરા જેણે સંભાળી છે એવા દેવાધી દેવ મહાદેવને પૂજા અર્ચના એવા દેવાધીદેવ મહાદેવને પૂજા અર્ચના તથા ઉપવાસ સાથે રીઝવાનનો પવિત્ર માસ એટલે શ્રાવણ માસનો આજથી પ્રારંભ થશે દેશના પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ સહિત બારેય જ્યોર્તિલીંગ તથા નામી અનામી શિવાલયોમાં એક માસ સુધી શિવભક્તો ભોળાનાથને પ્રસન્ન કરવા બિલ્વપત્ર પવિત્રજળ, દુધ સહિતના પદાર્થોનો અભિષેક ઉપરાંત વેદોક્ત પુરાણોક્ત ધર્મ ગ્રંથોમાં વર્ણવેલ શિવપુજા શિવ મહિમાનો પાઠ કરી શિવભક્તિમાં એકાકાર બનશે ભાવેણામાં આવેલ અર્વાચિન પ્રાચીન ઐતિહાસિક શિવમંદિરો આપેલા છે. આવા અનેક શિવાલયો પૈકી એક એવા ભાવેણાના રાજવી દ્વારા સ્થાપીત શહેર મધ્યે સોહાયમાન અને લાખ્ખો શ્રધ્ધાળુઓના આસ્થાનું પ્રતિક તખ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે આ શ્રાવણ માસ દરમિયાન ત્રણ પ્રહરની મહાપૂજા રૂદ્રાભીષેક દિપમાળા, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે તદ્ ઉપરાંત વિશ્વમાં ગૌરવરૂપ એવા ભાવેણાની ખાડીમાં બિરાજમાન તથા પૂર્વે પાંડવ કાળમાં સ્થાપીત થયેલ નિષ્કલંક મહાદેવ, હાથબ ગામે આવેલ તતા ઈતિહાસ સાથે વણાયેલ પડધલીયા મહાદેવ સહિત અનેક શિવાલયોમાં શ્રાવણમાસ દરમિયાન ભોળાશિવને પ્રસન્ન કરવા તથા શિવમહિના ગાવા શિવભક્તો ભીડ જમાવશે તો બીજી તરફ શ્રાવણમાસની પૂનમે રક્ષાબંધનનું પર્વ મનાવશે એ સાથે અન્ય શ્રાવેણી પર્વોની શ્રૃંખલા શરૂ થશે પવિત્ર શ્રાવણ માસ નિમીત્તે શહેરના અનેક નાના-મોટા શિવાલયોમાં સાફ સફાઈ રંગ રોગાન સાથે આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા છે આજથી શિવભક્તો ઉપવાસ થકી તન અને મનની તંદુરસ્તી પણ જાળવશે.