સિહોરમાં અલગ-અલગ બે સ્થળેથી જુગાર ઝડપાયો

1028

સિહોર પોલીસે સિહોરના અલગ સરાજોહર હારજીતનો જુગાર રમતા ૯ ખેલંદાઓને રૂા.૧૨ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સિહોર પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર સિહોરના વિવિધ વિસ્તારોમાં શ્રાવણીયો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા પ્રથમ મોટા ચોક રાજગોર શેરીના ઢોરા પાસે રામદેવપીરના મંદિર પાસે જાહેરમાં હારજીતનો જુગાર રમતા શૈલેષ ચૌહાણ, બુધા, ચૌહાણ, લખમણ ચૌહાણ, બાબુ ચૌહાણ, તથા પ્રવિણ ઝાલાને જુગારના પટમાં પડેલ રોકડા રૂા.૧૦,૬૦૦ તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી લીધા હતા જ્યારે બીજા દરોડામાં આજ સમયેથી થોડે દુર વિજય લાલજી, ચિથર તથા ઘનશ્યામ નામના શખશો ગોળ કુંડાળુ વળી તીનપત્તીનો જુગાર રમતા હોય ત્યાનાં પટમાંથી રૂા.૧૬૧૦ ની રકમ કબ્જે કરી હતી.

આમ સિહોર પોલીસે બાજીગરોને કુલ રૂા.૧૨,૨૧૦ની રોકડ તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી લઈ તમામ વિરૂદ્ધ જુગારધારા તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleઆજથી શ્રાવણ માસનો પ્રારંભ
Next articleબહેનો દ્વારા દિવાસા વ્રતનું પૂજન