પ્રતિવર્ષ ભાદરવા સુદ એકાદશીના રોજ વૈષ્ણવ પંથીઓ દ્વારા જળજીલણી એકાદશી તરીકેનો ઉત્સવ ઉજવવામાં આવે છે. જે અન્વયે ઠાકરદ્વારા તથા કૃષ્ણમંદિરોમાં બિરાજતા ભગવાન ઠાકરજીને ભક્તો દ્વારા જળ જીલાવવા એટલે કે નદી-જળાશયોમાં સ્નાન કરાવવા લઈ જવામાં આવે છે. શહેરના લોખંડ બજારમાં આવેલ સ્વામીનારાયણ મંદિર ખાતે જળજીલણી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિજ મંદિરમાં સુંદર સરોવર બનાવી વિજળીથી ચાલતી નૌકામાં ઠાકોરજીને પધરાવી જળ જીલાવવામાં આવેલ અને આરતી પૂજા કરવામાં આવી હતી.