ગુજરાતમાં કોઇપણ જાતના માદક પદાર્થોનું વેચાણ કે હેરફેર ન થાય અને રાજ્યના યુવાનોમાં આ દૂષણ રહેવા ન પામે તે માટે ડી.જી.પી. દ્વારા એક ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ડ્રગ્સ, અફીણ, ગાંજો, ચરસ જેવા નશાકારક માદક પદાર્થો ગુજરાતમાં કોઇપણ સંજોગોમાં મળે નહિ તે માટે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા આ માટે છ્જીના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ જીીષ્ઠૈટ્ઠઙ્મર્ ીંટ્ઠિર્ૈંહ ય્ર્િે(ર્જીંય્)ની ટીમોને તાત્કાલીક આ અંગે દરોડા પાડવા અને આવા માદક પદાર્થોનું ક્યાંય પણ વેચાણ કે સેવન થતું હોય તો તે સંદર્ભે ગુનાઓ દાખલ કરી કેસ કરવા સૂચના આપી છે.
આ માટે છ્જીના પોલીસ અધિક્ષક હિમાંશું શુક્લાના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ ર્જીંય્ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ શહેરમાં ર્જીંય્ દ્વારા બે ગુનાઓમાં કુલ મળીને ૧૦ કીલો ૨૯૦ ગ્રામ ગાંજો પકડવામાં આવેલ છે. અમદાવાદના ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ આ બંને ગુનાઓમાં બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે.
તેવી રીતે ગાંધીનગરના પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા પણ ગાંધીનગર જીલ્લાની ર્જીંય્ની ટીમને આપેલ આદેશ મૂજબ બે કેસોમાં કુલ મળીને ૩૨ કીલો ગાંજો પકડી પાડયો છે. બંને ગુનાઓમાં કુલ ૫ આરોપીઓની ઘરપકડ પણ કરવામાં આવેલ છે.
આગામી દિવસોમાં પણ છ્જીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં નાર્કોટીક્સ પકડવા માટે કાર્યવાહી વધુ સઘન અને તેજ કરવા ડી.જી.પી.એ આદેશ આપ્યા છે.