ગૌરવ યાત્રા : આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુજરાતમાં

972
guj11102017-13.jpg

આગમી વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા રાજ્યભરમાં ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના રાજ્ય કક્ષાના મંત્રીઓ, નેતાઓ તથા રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ હાજરી આપી રહ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશના હિન્દુવાદી છબી ધરાવતા મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથ ચૂંટણી ટાંણે પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. યોગીની લોકપ્રિયતાને ધ્યાનમાં લેતા ભાજપ દ્વારા યોગી આદિત્યનાથને આગામી વિધાનસભાની ચૂંટણીમાં સ્ટાર પ્રચારક બનાવે તેવી સંભાવના છે. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા તે પહેલાથી જ તેઓ હિન્દુવાદી નેતા તરીકેની છબી ધરાવતા હોવાથી ખૂબ ચર્ચામાં રહ્યાં છે. જોકે મુખ્યમંત્રી બન્યા બાદ એવું મનાય છે કે તેમની લોકપ્રસિધ્ધ એટલી વધવા લાગી હતી કે એક તબક્કે આખા દેશ અને વિદેશોમાં પણ યોગીના નામની ચર્ચા થવાની શરુ થઇ ગઇ હતી.
જ્યાં ટુંક સમય પહેલા હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીના એક કાર્યક્રમમાં યોગી આદિત્યનાથને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ ભાજપ હાઇકમાન્ડ દ્વારા યોગીને ગુજરાતમાં આવવાની પરવાનગી ન મળતા તેઓ આવી શક્યા હોવાની ચર્ચા થવા માંડી હતી. ત્યાર બાદ યોગી પ્રથમ વખત ગુજરાતના મહેમાન બની રહ્યા છે, જ્યાં તેઓ વલસાડ ખાતે રામ રોટી ચોકમાં ગૌરવ યાત્રામાં જાહેર સભાને સંબોધશે, તેમની સાથે રાષ્ટ્રીય નેતા રાજનાથસિંગ પણ જોડાય તેવી સંભાવના છે. વલસાડના કાર્યક્રમ બાદ તેઓ આગમી ૧૪ અને ૧૫મી ઓકટોબરના રોજ પણ ગૌરવ યાત્રામાં જોડાય તો નવાઇ નહીં.

Previous articleદિવાળી નિમિત્તે ઘર સજાવટની વસ્તુઓની ખરીદી
Next articleકેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ૭૦ હજાર વીવીપેટ ફાળવ્યા